Taarak mehta ka ooltah Chashmah:આટલી છે 'જેઠાલાલ'ની ફી

15 April, 2019 04:46 PM IST  |  મુંબઈ

Taarak mehta ka ooltah Chashmah:આટલી છે 'જેઠાલાલ'ની ફી

જેઠાલાલની ફી છે આટલી!

દયાભાભીની વાપસી બાદ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ ફરીવાર ચર્ચામાં છે. ઘર ઘરમાં જાણીતા આ ટીવી શોને લઈ રોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યા છે. પહેલા દિશા વાકાણી પછી સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળીની ગેરહાજરી અને હવે કલાકારોની ફીને લઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સમાચારોમાં ચમક્યું છે.

મળતી માહિતી પ્રમાણે તારક મહેતા શૉમાં લીડ રોલ કરનાર દિશા વાકાણીની જેમ જ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ લોકપ્રિય થયા છે. આ શોમાં દિલીપ જોશીને મળતી ફી સૌથી વધુ છે. મળતી માહિતી પ્રમાણે તારક મહેતા શૉમાં લીડ રોલ કરનાર દિશા વાકાણીની જેમ જ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી પણ લોકપ્રિય થયા છે. આ શોમાં દિલીપ જોશીને મળતી ફી સૌથી વધુ છે.. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ શોના મેકર્સે કલાકારોનો પગાર વધાર્યો છે. હવે દિલીપ જોશીની નવી ફી પર એપિસોડ 1 લાખ 50 હજાર રૂપિયા છે. દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ આ શોની શરૂઆતથી જ કામ કરી રહ્યા છે. શોની સફળતામાં દિલીપ જોશીનો મોટો ફાળો છે. તેમની જોડી દિશા વાકાણી સાથે હિટ રહી છે,

દિશા વાકાણી જ્યારે આ શોમાં હતા ત્યારે તેમની ફી 1 લાખ 20 હજાર રૂપિયા હતી. ચર્ચા છે કે તે સમયે દિશા વાકાણીને 50 હજાર રૂપિયાનો વધારો આપવાનો વાયદો કરાયો હતો. પરંતુ દિશા વાકાણી અને મેકર્સ વચ્ચે ડીલ ફાઈનલ ન થઈ. આ સિવાય શૉની તમામ મહિલા કલાકારો 30થી 35 હજાર રૂપિયાની ફી મળે છે.

આ પણ વાંચોઃ સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી રીલની સાથે રિયલ લાઇફમાં પણ છે મસ્ત 

 

તો શૉમાં સૂત્રધારની ભૂમિકા અને તારક મહેતાની ભૂમિકા ભજવતા કવિ શૈલેષ લોઢાને દરેક એપિસોડના 1 લાખ રૂપિયા મળે છે. ઐય્યરનું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દે અને ગુરુચરણસિંહ સોઢને પર એપિસોડ 65થી 80 હજાર રૂપિયા ફી મળે છે. તો બાબુજી ઉર્ફે ચંપકલાલ ઉર્ફે અમિ ભટ્ટને પર એપિસોડ 70થી 80 હજાર, આત્મારામ ભીડે એટલે કે મંદાર ચંદાવરકરને 80 હજાર, અબ્દુલ ઉર્ફે શરદ સંકલાને 35થી 40 હજાર, ડૉક્ટર હાથી ઉર્ફે નિર્મલ સૈનીને 20થી 25 હજાર અને ટપૂ સેનામાં ટપૂ સિવાય દરેક સભ્યને 20 હજાર રૂપિયા પર એપિસોડ મળે છે. તો ટપૂનો રોલ કરતા ઉદય અતંગતને 10થી 15 હજારનું પેકેજ મળે છે.

 

મળતી માહિતી મુજબ સિરીયલના નિર્માતાએ શૉમાં કામ કરતા પ્રમુખ કલાકારોને પર એપિસોડ દોઢ લાખ રૂપિયાની ફી નક્કી કરી છે.

 

 


taarak mehta ka ooltah chashmah dilip joshi