Ladies Special:ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત સિરીયલના 100 એપિસોડ

16 April, 2019 10:19 AM IST  | 

Ladies Special:ગુજરાતી બેકગ્રાઉન્ડ પર આધારિત સિરીયલના 100 એપિસોડ

સિરીયલના 100 એપિસોડની ઉજવણી

સોની એન્ટરટેઈનમેન્ટ પર આવતી સિરીયલ Ladies Special સિરીયલ 100 એપિસોડ પૂરા કરી ચૂકી છે. સિરીયલના 100 એપિસોડ પૂરા થવા પર કાસ્ટ અને ક્રૂએ સેટ પર ઉજવણી પણ કરી. સિરીયલના ગુજરાતી એક્ટ્રેસ બિજલ જોશીએ ઈન્સ્ટાગ્રામ પર કાસ્ટ સાથેનો ફોટો પોસ્ટ કરીને 100 એપિસોડ પૂરા થવાની ખુશી વ્યક્ત કરી છે.

ઓજસ રાવલ સહિત અન્ય કૉસ્ટાર સાથે બીજલ પટેલે 100નો આંકડો હાથમાં રાખી ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો છે. સાથે જ લખ્યું છે કે,'1appiness is completing 100 episodes.. it is .. indeed .. & happiness is really small word to describe what am feeling today .. 100 episodes of Ladies Special .. 100 episodes of being-living-loving Bindu Desai... 100 episodes of unconditional love and support of audience.. Dil se thanks to all the lovely people who have been part of this journey .. keep blessing and loving us.'

 બીજલ પટેલની આ પોસ્ટને ઓજસ રાવલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રિશૅર કરી છે.

 ઉલ્લેખનીય છે કે લેડીઝ સ્પેશિયલ જુદા જુદા સામાજિક બેકગ્રાઉન્ડ ધરાવતી ત્રણ અલગ મહિલાઓની વાત છે, જે એકબીજાને લેડીઝ સ્પેશિયલ લોકલ ટ્રેનમાં મળે છે. એટ્રેક્ટિવ સ્ટોરી, મિત્રતા અને મહિલાઓના જીવનની વાત કરતી આ ડેયલી સોપ ટૂંકા ગાળામાં જ દર્શકોના મનમાં જગ્યા બનાવી ચૂકી છે. બીજલ જોશી આ સિરીયલમાં બિંદુ દેસાઈનું પાત્ર ભજવી રહ્યા છે. જે મુંબઈના એક ડોક્ટર સાથે લગ્ન કરીને સપનાના શહેર મુંબઈ આવે છે. જો કે તેના પતિ બીજી યુવતીને પ્રેમ કરે છે. અને પતિ પત્નીના સંબંધની વાત સિરીયલમાં કહેવાઈ છે.

આ પણ વાંચોઃ ગીતાબેન રબારીઃ5મા ધોરણથી ગાય છે કચ્છની કોયલ, જાણો અજાણી વાતો

gujarat television news sony entertainment television