KBC 11: અનેક વિવાદોની સાથે 4 દિવસમાં બંધ થશે અમિતાભનો શૉ...

25 November, 2019 07:44 PM IST  |  Mumbai Desk

KBC 11: અનેક વિવાદોની સાથે 4 દિવસમાં બંધ થશે અમિતાભનો શૉ...

અમિતાભ બચ્ચને ક્વિઝ શૉ કોન બનેગા કરોડપતિની 11મી સીઝન ટૂંક સમયમાં જ બંધ થવાની છે. 1 મે 2019થી શરૂ થયેલા આ શૉએ ચાર કરોડપતિ આપ્યા છે. શૉની વધતી ટીઆરપીએ પણ આ વખતે લોકોને ચોંકાવી દીધા. હવે ચર્ચા એ છે કે કેબીસી 29 નવેમ્બરથી ઑફએર કરી દેવામાં આવશે. જેના પછી સોની ટીવી પર બેહદ 2 શરૂ થવાની છે.

જણાવીએ કે આ વખતે કરોડપતિ શૉમાં છેલ્લા કેટલાય વર્ષો પછી આ વખતે કેટલાય ફેરફારો કરવામાં આવ્યા. તો આ શૉને ઑનએરથી લઈને ઑફએર સાથે જોડાયેલી બધી જ અપડેટ અમિતાભ બચ્ચને પોતે આપી હતી. શૉના આખા પ્લાનની ઑફિશિયલ જાહેરાત અમિતાભે પોતાની પોસ્ટ દ્વારા આપી હતી. કેબીસીના હોસ્ટ અમિતાભ બચ્ચને શરૂઆતમાં જ જણાવી દીધું હતું કે આ વખતે કેબીસીનો સફર 13 અઠવાડિયા ચાલશે, સીઝનમાં કુલ 65 એપિસોડ હશે.

હવે આ શૉની સૌથી ખાસ વાત પર ધ્યાન આપીએ અને જણાવીએ કે આ વખતે શૉ અનેક બાબતોમાં ખૂબ જ ખાસ રહ્યો. પહેલી આ વખતે શૉમાં એક નહીં બે નહીં પણ ચાર-ચાર કરોડપતિ મળ્યા. જેઓ એક કરોડ રૂપિયા જીતીને ઘરે ગયા. તો બીજી તરફ આ શૉ અનેત વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો.

પહેલો વિવાદ સોનાક્ષી સિન્હા સાથે જોડાયેલો હતો. જ્યારે સોનાક્ષી 'કેબીસી 11'ના વીકલી એપિસોડ 'કર્મવીર'માં બાડમેર, રાજસ્થાનની રૂમાદેવીની મદદ માટે પહોંચી હતી. તે દરમિયાન અમિતાભ બચ્ચને સોનાક્ષી અને રૂમા દેવીને પૂછ્યું હતુંઃ- રામાયણ પ્રમાણે, હનુમાન કોની માટે સંજીવની બૂટી લઇને આવ્યા હતા? આ સવાલના જવાબ પર સોનાક્ષી એવી રીતે અટકી ગઈ કે સાચો જવાબ આપવા માટે તેમને લાઇફલાઇન 'આસ્ક ધ એક્સપર્ટ'ની મદદ લેવી પડી. આ બાબતે સોશિયલ મીડિયા યૂઝર્સ તેનો ઘણો મજાક ઉડાડી રહ્યા હતા અને તેના પર કટાક્ષ પણ કરવામાં આવ્યા.

આ શૉને તાજેતરમાં જ વધુ એક વિવાદનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે શૉમાં છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંબંધિત પ્રશ્ન પર દર્શકો શૉ મેકર્સ અને હોસ્ટ અમિતાભ બચ્ચનથી પણ નારાજ થઈ ગયા હતા. મામલો એટલો બધો વધી ગયો કે આ મામલે અમિતાભ બચ્ચન અને શૉ મેકર્સને સાર્વજનિક રીતે દર્શકો અને લોકો તરફથી માફી માગવી પડી.

આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

હકીકતે થયું એવું કે જ્યારે સવાલના ઑપ્શનમાં 'છત્રપતિ શિવાજી મહારાજ'ની જગ્યાએ ફક્ત 'શિવાજી' જ લખવામાં આવ્યું. તેના પછી દર્શકો અને સોશિયલ મીડિયા યૂઝર્સ શૉના મેકર્સથી નારાજ થઈ ગયા. લોકોનું કહેવું છે કે ઔરંગઝેબને મુગલ સમ્રાટ અને છત્રપતિ શિવાજી મહારાજને ફક્ત 'શિવાજી' કેમ લખ્યું? આની સાથે જ હેશ્ટેગ 'બૉયકૉટકેબીસી' સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યું. હવે શૉની ટેક્નિકલ બાબત પર વાત કરીએ તો આ વખતે કેબીસીમાં મલ્ટીફંક્શનલ કેમેરા યૂઝ કરવામાં આવ્યા હતા. આ કેમેરા આખા સેટ પર સરળતાથી મૂવ કરવાની સાથે જ દરેક મૂવમેન્ટને કેપ્ચર કરવામાં સફળ રહ્યા. ટેક્નિકથી લેસ સેટ સાથે જ આ વખતે સોની ચેનલે શૉને એક ખાસ થીમ સાથે રજૂ કર્યો. આ થીમનું ટાઇટલ 'સપનાઓ પર વિશ્વાસ રાખતા, અડગ રહેવા'નું છે. જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે.

kaun banega crorepati television news entertaintment amitabh bachchan