KBC 11: પોતાની ફિલ્મ સાથે જોડાયેલ સવાલ બાબતે આવા હતા અમિતાભના રિએક્શન્સ

09 November, 2019 02:03 PM IST  |  Mumbai Desk

KBC 11: પોતાની ફિલ્મ સાથે જોડાયેલ સવાલ બાબતે આવા હતા અમિતાભના રિએક્શન્સ

સોની ટીવી પર આવતાં ગેમ રિયાલિટી શૉ કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન બધાં કોન્ટેસ્ટન્ટ સાથે મનોરંજક વાતો કરે છે. શૉમાં અમિતાભ બચ્ચનની વાતોથી દર્શકોને ખૂબ જ એન્ટરટેઇન્મેન્ટ જોવા મળે છે, પણ તાજેતરમાં શૉમાં એવું કંઇક થયું જેથી બિગબી પોતે જ શરમાઇ ગયા.

કોન બનેગા કરોડપતિના સ્ટેજ પર સાક્ષી તન્વર કર્મવીર શ્યામ સુંદર પાલવાની સાથે પહોંચી હતી. શૉમાં રમત દરમિયાન અમિતાભ બચ્ચન સવાલ પૂછી રહ્યા હતા ત્યારે કોમ્પ્યુટર સ્ક્રીન પર તેમની પોતાની સાથે જ એક સવાલ સામે આવી ગયો. અમિતાભ બચ્ચને 5000 રૂપિયા માટે સવાલ પૂછવાનો હતો કે ગીતના કયા ભાગમાં કેવા પ્રકારની પત્ની વિશે કહેવામાં આવી રહ્યું છે.

હકીકતે આ એક વીડિયો સાથે જોડાયેલો સવાલ હતો જેની ક્લિપ અમિતાભ બચ્ચનની ફિલ્મ લાવારિસનું ગીત જિસકી બીવી લંબીમાંથી લેવામાં આવ્યો હતો. આ સવાલ જોઈને અમિતાભ બચ્ચને કોમ્પ્યુટર સ્ક્રીનને જોઈને હસતાં હસતાં કહ્યું, હે ભગવાન આના પછી વીડિયો બતાવીને અમિતાભ બચ્ચને કહ્યું, "કાહે હમકો શર્મિંદા કર રહે હૈં, તમીજ નહીં હે આપકો."

શૉમાં આગળ અમિતાભ બચ્ચન આ ગીતની પાછશની સ્ટોરી પણ જણાવે છે. બિગબીએ કહ્યું કે તે અલાહાબાદના છે જ્યાં લગ્ન સમયે આવા ગીતો સંભળાવવામાં આવે છે. બિગબીએ આ ગીત પોતાના પિતાજી હરિવંશરાય બચ્ચન પાસેથી સાંભળ્યું હતું. તેમણે કહ્યું કે પિતાજી દરેક હોળીના ઢોલક લઈને આ ગીત સંભળાવતાં હતા.

આ પણ વાંચો : PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

એકવારની વાત છે જ્યારે ડાયરેક્ટર પ્રકાશ મેહરા હોળીના દિવસે તેમના ઘરે આવ્યા હતા. જ્યારે પ્રકાશ મેહરાએ આ ગીત સાંભળ્યું તો તેમણે આ ગીત લેવાની માગ કરી હતી, અને આવા બ્લૉક બસ્ટર ગીતને ફિલ્મ લાવારિસમાં લેવામાં આવ્યો હતો. આગળ પ્રકાશ મેહરાએ તેમને કહ્યું કે ફક્ત ગીત જ નહીં તમારો અવાજ પણ જોઈએ જેના પછી બિગ બીએ જેમ તેમ આ ગીત ગાયું હતું.

amitabh bachchan kaun banega crorepati television news bollywood bollywood news