ઘૂંઘટ મેં ચાંદ ગીત પર માધુરી દીક્ષિત નેને સાથે ડાન્સ કરશે હૃતિક રોશન

30 June, 2019 11:44 AM IST  |  મુંબઈ

ઘૂંઘટ મેં ચાંદ ગીત પર માધુરી દીક્ષિત નેને સાથે ડાન્સ કરશે હૃતિક રોશન

માધુરી દીક્ષિત

કલર્સ પર આવતાં ‘ડાન્સ દિવાને’ સીઝન 22માં માધુરી દીક્ષિત નેનેની સાથે હવે હૃતિક રોશનનો ડાન્સ જોવા મળશે. માધુરી અને હૃતિક ખૂબ જ સારા ડાન્સ છે. માધુરીના ઠુમકાના અને હૃતિકના મુવ્ઝના લાખો લોકો દીવાના છે. આ બન્નેને સાથે ડાન્સ કરતા જોવો એક લ્હવો છે. હૃતિક અને માધુરીએ પહેલી વાર ‘કોયલા’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં હૃતિક અસિસટન્ટ ડિરેક્ટ તરીકે કામ કર્યુ હતુ. દર શનિવારે અને રવીવારે આ શો રાત્રે ૯ વાગે કલર્સ પર દેખાડવામાં આવે છે. આ શોમાં હૃતિકની સાથે આનંદ કુમાર પણ સ્પેશ્યલ ગૅસ્ટ તરીકે જોવા મળશે.

આ પણ વાંચો : જેઠાલાલ અને દયાબેનનો Tik Tok વીડિયો વાયરલ

આનંદ કુમાર પટણાનાં ગણીતશાસ્ત્રી છે. તેમનાં જીવન પર બની રહેલી ‘સુપર 30’માં હૃતિક લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને પ્રમોટ કરવા માટે તેઓ ‘ડાન્સ દિવાને’ સીઝન 2માં જોવા મળશે. આ શોમાં હૃતિક વન આર્મ પુશ-અપ ચૅલેન્જ આઠ વર્ષિય સ્પર્ધક ઉર્વા પાસેથી સ્વિકારતો જોવા મળશે. તે બી-બૉઇંગ ડાન્સર છે.

madhuri dixit hrithik roshan television news tv show