દેવોલીના ભટ્ટાચાર્જી અને સિદ્ધાર્થ શુક્લા જોવા મળશે બિગ બૉસમાં

24 September, 2019 01:13 PM IST  |  મુંબઈ

દેવોલીના ભટ્ટાચાર્જી અને સિદ્ધાર્થ શુક્લા જોવા મળશે બિગ બૉસમાં

દેવોલીના ભટ્ટાચાર્જી અને સિદ્ધાર્થ શુક્લા

‘બિગ બૉસ’ની સીઝન ૧૩માં સિદ્ધાર્થ શુક્લા અને દેવોલીના ભટ્ટાચાર્જી જોવા મળશે એવી શક્યતા છે. સિદ્ધાર્થ ‘બાલિકા વધુ’માં જોવા મળ્યો હતો. દેવોલીના ‘સાથ નિભાના સાથિયા’માં જોવા મળી હતી. આ સીઝનનાં બે પ્રોમો થોડા દિવસ અગાઉ રિલીઝ કરવામાં આવ્યા હતાં. ‘બિગ બૉસ’નાં એક્સ કન્ટેસ્ટન્ટ કામ્યા પંજાબી અને વિકાસ ગુપ્તા તેમને ઇન્ટ્રોડ્યુસ કરાવી રહ્યા હતાં. જોકે એ પ્રોમોમાં બન્નેની જલક સ્પષ્ટ નહોતી દેખાતી. સાથે જ આ સીઝનમાં કોએના મિત્રા, વિવિયન ડીસેના અને શિવીન નારંગ જોવા મળશે એવી શક્યતા છે.

આ પણ વાંચો : બિગ બૉસના લૉન્ચમાં ફોટોગ્રાફર પર ભડકતાં સલમાન ખાને કહ્યું, મેરેકો બૅન હી કર દે

જોકે હાઉસમેટ્સ કોણ કોણ છે એ વાત પરથી પડદો તો ૨૯ સપ્ટેમ્બરે જ ઉઠશે જ્યારે ‘બિગ બૉસ’ની સીઝન ૧૩ શરૂ થવાની છે. આ વખતે બિગ બૉસનું હાઉઝ એની પાછલી સીઝનોની જેમ લોનાવલામાં નહીં પરંતુ મુંબઈમાં બનાવવામાં આવ્યુ છે.

devoleena bhattacharjee siddharth shukla Salman Khan television news