‘ક્યોકિં...’ના ૨૧ વર્ષઃ સ્મૃતિ ઇરાનીને આજે પણ છે આ વાતનો અફસોસ

04 July, 2021 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને આજે પણ લોકો તુલસી વિરાણીના નામથી ઓળખે છે

સ્મૃતિ ઇરાની અને સુધા શિવપુરીની ફાઈલ તસવીર

કેન્દ્રના ટૅક્સટાઈલ ખાતાના પ્રધાન અને પૂર્વ ટિવી અભિનેત્રી સ્મૃતિ ઇરાની (Smriti Irani)ને નાના બાળકોથી વડીલો સુધી બધા જ જો કોઈ બીજા નામે ઓળખતા હોય તો તે નામ છે, તુલસી વિરાણી. પ્રધાને `ક્યોકિં સાંસ ભી કભી બહુ થી`માં તુલસી વહુની ભૂમિકા ભજવી હતી જે આજ સુધીની લોકપ્રિય સિરિયલોમાંની એક છે. આ શોથી તેઓ ઘરઘરમાં જાણીતા થયા હતા. આ સિરિયલને ૨૧ વર્ષ થતાં તેમણે એક વીડિયો શૅર કર્યો છે. જેમાં ખુશી પણ વ્યક્ત કરી છે સાથે જ એક વાતનો વસવસો હોવાનું પણ જણાવ્યું છે.

સ્મૃતિ ઇરાનીને આજે પણ લોકો તુલસીનાં નામથી ઓળખે છે. આજે ભલે તેઓ રાજકારણમાં સક્રિય હોય તો પણ તુલસીની ઓળખ તેમનાથી અળગી થઇ નથી. `ક્યોકિં સાંસ ભી કભી બહુ થી`ને ૨૧ વર્ષ થતા સ્મૃતિ ઇરાનીએ એક વીડિયો શેર કર કર્યો છે. તેમાં સીરિયલની ઘણી નાની-નાની ક્ષણો છે. સાથે જ બિહાઇન્ડ ધ સીન પણ છે. વીડિયો શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘અમે એક વાયદો કર્યો હતો` `ફિર મિલેંગે`, આ એક વાયદો જે અમે પૂર્ણ ન કરી શક્યા. ૨૧ વર્ષ પહેલાં એક યાત્રાની શરૂઆત જેણે ઘણાં જીવન બદલી નાખ્યાં. થોડા માટે ખુશી લાવ્યો, અને કેટલાંકને નારાજ કર્યા. પણ તે તમામને પ્રભાવિત કર્યા જેણે આ જોઇ. જેણે આ માટે કામ કર્યું છે. યાદો માટે આપનો આભાર’.

સિરિયલમાં સવિતા મનસુખ વિરાણીની ભૂમિકા ભજવનાર ગુજરાતી અભિનેત્રી અપરા મહેતાએ પણ સિરિયલના ૨૧ વર્ષ પુર્ણ થતા ભાવુક પોસ્ટ કરી છે.

એટલું જ નહીં અભિનેત્રીએ ત્યારની અને અત્યારની તસવીરનું એક કોલાજ બનાવીને પણ પોસ્ટ કર્યું છે.

`ક્યોકિં સાંસ ભી કભી બહુ થી` વર્ષ ૨૦૦૦થી વર્ષ ૨૦૦૮ દરમિયાન સ્ટાર પ્લસ પર પ્રાઈમ ટાઈમમાં આવતી સૌથી લોકપ્રિય સિરિયલ હતી. સિરિયલના ૧,૮૩૩ એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. એકતા કપૂરના બેનર બાલાજી ટૅલિફિલ્મસ હેઠળ બનાવવામાં આવેલી આ સિરિયલમાં એક સહકુટુંબ અને તેમની આદર્શ વહુની વાત હતી.

entertainment news indian television television news tv show star plus kyunki saas bhi kabhi bahu thi smriti irani Apara Mehta