Oscar 2023: ભારતને ત્રણ ઑસ્કર જીતવાની તક, RRR સાથે આ બે ફિલ્મો પણ થઈ નૉમિનેટ

27 January, 2023 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધ 94th ઍકેડેમી એવૉર્ડ એટલે ઑસ્કર એવૉર્ડને ડૉલ્બી થિયેટર લૉસ ઍન્જલિસમાં માર્ચ 2023માં ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગે પ્રસારિત કરવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર સૌજન્ય આઇ-સ્ટૉક

વર્ષ 2023માં આખા વિશ્વમાં અનેક ફિલ્મો રિલીઝ થઈ. ઘણી ફિલ્મોએ દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો અને અનેક ફિલ્મો ખૂબ જ ખરાબ રીતે ફ્લૉપ થઈ ગઈ. પણ આ વર્ષનો ઑસ્કર એવૉર્ડ ભારતીયો માટે ખૂબ જ મહત્વનો રહેશે કારણકે આ વર્ષે ભારતમાંથી 3 ફિલ્મોને 95th ઍકેડેમી એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી છે જેમાં એસએસ રાજામૌલીની ફિલ્મ `RRR` જેના ‘નાટુ નાટુ’ ગીતને બૅસ્ટ ઑરિજિનલ સૉન્ગ કેટેગરીમાં નૉમિનેટ કરવામાં આવ્યું છે.

ભારતની એક નહીં પરંતુ 2 ડૉક્યુમેન્ટ્રી ફિલ્મને ઑસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવી છે. ‘ઑલ ધ બ્રિધર્સ’ અને ‘ધ એલિફંટ વ્હિસપરર્સ’ને બૅસ્ટ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ માટે સિલેક્ટ કરવામાં આવી છે. ધ 94th ઍકેડેમી એવૉર્ડ એટલે ઑસ્કર એવૉર્ડને ડૉલ્બી થિયેટર લૉસ ઍન્જલિસમાં માર્ચ 2023માં ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગે પ્રસારિત કરવામાં આવશે.

હૉલીવૂડની ફિલ્મ ‘ઍવરીથિંગ ઍવરીવૅર ઑલ ઍટ વન્સ’ને સૌથી વધારે એટલે કે 11 ઑસ્કારની કેટેગરીમાં પોતાનું સ્થાન મળ્યું છે. ‘ધ બેનશીસ ઑફ ઇનિશેરીન’ અને ‘ઑલ ક્વાઇટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ બંને ફિલ્મોને કુલ 9 નૉમિનેશન મળ્યા છે. સ્ટીવન સ્પિલબર્ગની ‘ધ ફેબેલમેન્સ’ને 7 અને ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન મેવરિક’ને છ નૉમિનેશન સાથે આ લિસ્ટમાં જોડવામાં આવ્યા છે.

ઑસ્કરમાં બૅસ્ટ ફિલ્મનું નૉમિનેશન લિસ્ટ

ઑલ ક્વાઇટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
અવતાર : ધ વે ઑફ વૉટર
ધ બેનશીસ ઑફ ઇનિશેરીન
ઍલ્વિસ
ઍવરીથિંગ ઍવરીવેર ઑલ ઍટ વન્સ
ધ ફેબેલમેન
ટાર
ટૉપ ગન મેવરિક
ટ્રાએંગલ ઑફ સેડનેસ
વિમેન ટૉકિંગ

બૅસ્ટ એનિમટેડ ફિલ્મ 

પિનોકીઓ
માર્સેલ ધ શેલ વિધ શૂઝ ઑન
પુસ ઇન ધ બૂટ: ધ લાસ્ટ વિશ
ધ સી બીસ્ટ
ટર્નિંગ રેડ

બૅસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

ઑલ ક્વાઇટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
અવતાર : ધ વે ઑફ વૉટર
ધ બૅટમૅન
બ્લૅક પૅન્થર : વકાન્ડા ફૉરેવર 
ટૉપ ગન મેવરિક

entertainment news hollywood news tom cruise avatar batman ss rajamouli RRR los angeles