રુસો બ્રધર્સને મુંબઈમાં ગુજરાતી થાળી ખવડાવી આમિર ખાને

22 July, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉ રુસો અને ઍન્થની રુસો તેમની ફિલ્મ ‘ધ ગ્રે મૅન’ માટે ભારતમાં છે એટલે તેમને ડિનર પર આમિરે ઇન્વાઇટ કર્યા હતા.

આમિર ખાન સાથે રુસો બ્રધર્સ અને ધનુષ

આમિર ખાને હાલમાં રુસો બ્રધર્સને ગુજરાતી થાળી ખવડાવી છે. જૉ રુસો અને ઍન્થની રુસો તેમની ફિલ્મ ‘ધ ગ્રે મૅન’ માટે ભારતમાં છે એટલે તેમને ડિનર પર આમિરે ઇન્વાઇટ કર્યા હતા. આમિરે તેમને ગુજરાતી ડિનર જમાડ્યું હતું. આમિરને પણ પ્રીમિયરમાં ઇન્વાઇટ કરવામાં આવ્યો હતો. જોકે તેના અગાઉના કમિટમેન્ટને કારણે તે હાજર નહોતો રહી શક્યો. ‘ધ ગ્રે મૅન’ની ટીમ સાથે આમિરે ધનુષને પણ ઇન્વાઇટ કર્યો હતો. આ ડિનર પાર્ટીમાં આ​મિરની એક્સ-વાઇફ કિરણ રાવે પણ હાજરી આપી હતી. આ ડિનરમાં પાપડના લૂવા, પાતુળી, તુવેર લિફાફા, કાંદાપૂરી, ફાફડા, જલેબી અને સુતરફેણીનો સમાવેશ હતો. આમિરને ગુજરાતી ભોજન પસંદ છે. તેણે ગુજરાતી વાનગી બનાવવામાં સ્પેશ્યલ એવા શેફને મુંબઈ બોલાવ્યા હતા.

bollywood news bollywood aamir khan dhanush entertainment news Gujarati food upcoming movie