વિજયગીરી બાવા એન્ડ ટીમ લઈને આવી રહ્યાં છે એક ઐતિહાસિક ફિલ્મ

30 January, 2023 03:34 PM IST  |  Mumbai | Rachana Joshi

૨૦૨૩ ડિસેમ્બરમાં રિલીઝ થશે અનટાઇટલ્ડ ફિલ્મ : શૂટિંગ પણ બહુ જલ્દી શરુ થશે

વિજયગીરી બાવા

અર્બન ગુજરાતી ફિલ્મો ધીમે-ધીમે પ્રગતિ કરી રહી છે. છેલ્લા થોડાક સમયમાં નવા વિષય અને નવી રજુઆત સાથે અનેક નવી ગુજરાતી ફિલ્મો આવી. જે દર્શકોના મન પર છાપ પાડવામાં સફળ રહી છે. દર્શકોના દિલ પર રાજ કરવા આવી રહી છે વધુ એક ગુજરાતી ફિલ્મ એ પણ ઐતિહાસિક. આ અનટાઇટલ્ડ ઐતિહાસિક ફિલ્મની જાહેરાત વિજયગીરી ફિલ્મોસ (Vijaygiri Filmos) દ્વારા કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરુ થશે અને ફિલ્મ રિલીઝ આ વર્ષના અંતે થશે.

‘પ્રેમજી : રાઇઝ ઑફ અ વૉરિયર’ (Premji : Rise Of A Warrior), ‘મોન્ટુની બિટ્ટુ’ (Montu Ni Bittu) અને ‘૨૧મું ટિફિન’ (21mu Tiffin) ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા (Vijaygiri Bawa)એ ખોડલ જયંતીના શુભ અવસરે તેમની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ એક મલ્ટી સ્ટારર ઐતિહાસિક ફિલ્મ છે.

જેના ન્યુઝ શૅર કરતા તેમણે જણાવ્યું છે કે, ‘આદિનાથ દાદાની જય. ખમકારે ખોડલ સ્હાય છે. આથી સમસ્ત મિત્રો શુભેચ્છકો અને અમારી ફિલ્મોના દર્શકોને જણાવવાનું કે, વિજયગીરી ફિલ્મોસ્નો જ નહિ પણ ગુજરાતી સિનેમાનો બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે બધાના સ્નેહ પ્રેમ અને શ્રદ્ધાની આશા અપેક્ષા રાખીએ છીએ…અમે અમારા આત્મવિશ્વાસથી જે પણ દ્રશ્યો તમારી સામે લઈને આવ્યા, તમે અદભુત પ્રતિસાદ આપીને અમને વધાવ્યા. પ્રેમજી - RISE OF A WARRIOR થી શરુ થયેલી યાત્રાના તમે ર૧મું ટિફિન સુધી સાક્ષી રહ્યા. હવે અમે અમારી શક્તિઓને પણ અતિક્રમીને આગળ વધીને તમને કંઈક એવું દેખાડવા માગીએ છીએ, જે તમે જોવા માગો છો. તમે હંમેશા બીજા રાજ્યોની ફિલ્મો જોઈને કદાચ મનમાં વિચારતા હશો કે ગુજરાતીમાં આવું કયારે થશે?! તો બસ રાહ જુઓ આવનારા ૨૦૨૩ના ડિસેમ્બર સુધી. આપણી સિનેમા, આપણી સંસ્કૃતિ, આપણા બધા જ લોકો ગૌરવ લઈ શકે એવી એક કથા તમારી સમક્ષ લાવીશું, એક એવી કથા જે કદાચ કાળના પ્રવાહમાં વહી ગઇ છે એ પ્રવાહને પાછો તમારી સામે દર્શાવી અને મહાન પરંપરાને ઉજાગર કરીશું. આ પ્રોજેક્ટ્સના નસીબ સાથે લગભગ ૧૦૦ લોકોનું નસીબ જોડાયેલું છે અને બઘાનો જુસ્સો ગુજરાતી સિનેમાનો છે... તો આજે ખોડલ જયંતિ નિમિત્તે અમે વિજયગીરી ફિલ્મોસ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસને તાજો કરનારઐતિહાસિક વિષયવસ્તુ પર આધારિત અનટાઇટલ્ડ ફિલ્મની જાહેરાત કરીએ છીએ. બસ તમારો પ્રેમ અને આશીર્વાદ આપશો. હર હર મહાદેવ. ફિલ્મિંગ બહુ જલ્દી શરુ થશે.’

અનટાઇટલ્ડ ફિલ્મની ખાસિયત એ છે કે, આ ફિલ્મ ગુજરાતી અને હિંદી બન્ને ભાષામાં રજુ થશે. ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરુ થશે અને ફિલ્મ આ વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર ૨૦૨૩માં રિલીઝ થશે.

આ પણ વાંચો - ૧૭ ફેબ્રુઆરીથી જાનકી બોડીવાલા કરશે ‘વશ’

આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil), દર્શન પંડ્યા (Darshan Pandya), રોનક કામદાર (Raunaq Kamdar), શ્રદ્ધા ડાંગર (Shraddha Dangar), ચેતન ધનાની (Chetan Dhanani), મોનલ ગજ્જર (Monal Gajjar), ફિરોઝ ઇરાની (Firoz Irani), વિશાલ વૈશ્ય (Vishal Vaishya), કલ્પના ગાગડેકર (Kalpana Gagdekar), કોમલ ઠક્કર (Komal Thacker), તત્સત મુનશી (Tatsat Munshi), મનોજ જોષી (Manoj Joshi), શૌનક વ્યાસ (Shaunak Vyas), મયુર સોનેજી (Mayur Soneji), નયન ભિલ (Nayan Bhil), રાગી જાની (Ragi Jani), જય ભટ્ટ (Jay Bhatt), વૃતાંત ગોરડિયા (Vrutant Goradiya), પરમેશ્વર સિરરિકર (Parmeshwar Sirsikar), જગજીતસિંહ વધેર (Jagjeetsinh Vadher), જીગર શાહ (Jigar Shah), કિરણ જોષી (Kiran Joshi) અને જીગ્નેશ મોદી (Jignesh Modi) સહિત અન્ય છે.

આ પણ વાંચો - Bhaumik Sampat : લૉકડાઉને બદલી જિંદગી, હિન્દી ફિલ્મોના હીરોની ઢોલિવૂડમાં એન્ટ્રી

ફિલ્મની વધુ માહિતીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

entertainment news dhollywood news gujarati film upcoming movie Raam Mori rachana joshi