રેવાને મળ્યો ચોથો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, CCFAમાં બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ

22 April, 2019 11:28 AM IST  | 

રેવાને મળ્યો ચોથો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, CCFAમાં બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ

ગુજરાતી ફિલ્મ રેવાને ચોથી વખત બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી દર્શકોઓ વખાણેલી અને ક્રિટક્સને પણ ગમેલી ફિલ્મ રેવા એકબાદ એક એવોર્ડ પોતાના નામે કરી રહી છે. હવે ફિલ્મ રેવાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની હાજરી નોંધાવી છે.

ગુજરાતી ફિલ્મ રેવાને રાષ્ટરીય કક્ષાએ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. પહેલા ક્રિટકિ્સ ચોઈસ ફિલ્મ એવોર્ડમાં ફિલ્મ રેવા બેસ્ટ ગુજરાતી ફિલ્મ કેટેગરીમાં વિનર બની છે. રેવા સાથે આ રેસમાં ગુજરાતી ફિલ્મ ઢ અને વેન્ટિલેટર પણ હતા. જો કે આખરે રેવાએ બાજી મારી છે. મુંબઈમાં રવિવારે સાંજે યોજાયેલા એવોર્ડ સમારોહમાં રેવાને આ સન્માન મળ્યું.

 

આ અવસર પર ખુશી વ્યક્ત કરતા ફિલ્મના કૉ રાઈટર અને એક્ટર ચેતન ધાનાણીએ મિડ ડે સાથે વાત કરતા ખુશી વ્યક્ત કરી છે. ચેતન ધાનાણીએ કહ્યું,'ફિલ્મને દર્શકોએ તો વખાણી જ હતી. હવે રાષ્ટ્રીય કક્ષાએ, બોલીવુડના માંધાતાઓ વચ્ચે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળવો એ ગર્વની વાત છે. આખી ગુજરાતી ઈન્ડસ્ટ્રી માટે આ એવોર્ડ યશકલગી સમાન છે. '

 

રેવાને અત્યાર સુધી બેસ્ટ ફિલ્મના 4 એવોર્ડ મળી ચૂક્યા છે. અત્યાર સુધી રેવાને GIFA બેસ્ટ ફિલ્મ, IGGF બેસ્ટ ફિલ્મ, રાજીવ ગાંધી એક્સિલન્સ એવોર્ડ અને ટ્રાન્સમીડિયામાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ રેવા જાણીતા ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પર આધારિત હતી. જેને ચેતન ધાનાણી, રાહુલ ભોલે અને વીનિત કનોજિયાએ લખી હતી. ફિલ્મમાં ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર લીડ રોલમાં હતા.

આ પણ વાંચોઃ લોકગાયક આદિત્ય ગઢવીઃ જેઓ આગળ વધારી રહ્યા છે ગુજરાતી લોકગાયકીનો વારસો 

 

entertaintment news