SCAM 1992માં એક્ટિંગનો જાદુ દેખાડયા બાદ પ્રતિક ગાંધીનો અવાજ મચાવશે ધૂમ

26 November, 2020 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SCAM 1992માં એક્ટિંગનો જાદુ દેખાડયા બાદ પ્રતિક ગાંધીનો અવાજ મચાવશે ધૂમ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

સોની લીવ પર રિલીઝ થયેલી હંસલ મહેતા (Hansal Mehta) દિગ્દર્શિત વૅબ સિરીઝ ‘સ્કૅમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ (Scam 1992: The Harshad Mehta Story) અને તેમાં શેર દલાલ હર્ષદ મહેતા (Harshad Mehta)નું મુખ્ય પાત્ર ભજવીને પ્રતિક ગાંધી (Pratik Gandhi) પ્રશંસાના દરેક શીખરને આંબી ગયો છે. સિરીઝમાં પ્રતિક ગાંધીએ તેની દમદાર એક્ટિંગનો પરચો આપ્યો છે. તેના અભિનયના સહુ કોઈ દિવાના થઈ ગયા છે. અભિનયનો જાદુ દેખાડયા બાદ હવે પ્રતિક ગાંધી તેના અવાજના લોકોને દિવાના બનાવવા તૈયાર છે. તેણે ગુજરાતી એનિમેશન ફિલ્મ ‘ધીર’માં પોતાનો અવાજ આપ્યો છે.

એનિમેશન ફિલ્મ ‘ધીર’ અરૂણકુમાર રાપોળુના દિગ્દર્શનમાં બની છે. એનિમેટેડ ફિલ્મ 12 ભાષાઓમાં દેશભરમાં રિલીઝ થશે. સુપ્રસિદ્ધ કવિ તેનાલી રામા પર આધારિત એનિમેટેડ ફીચર ફિલ્મ છે આ. શ્રી કૃષ્ણદેવરાયના દરબારમાં ભારતીય કવિ, વિદ્વાન, ચિંતક અને વિશેષ સલાહકાર દ્વારા પ્રેરિત મુખ્ય પાત્ર તેનાલી રામાના અવાજ માટે દરેક ભાષામાં નોંધપાત્ર વોઈસ કાસ્ટ કરવામાં આવ્યા છે. હિન્દી ડબ માટે વિવેક ઓબેરોય, તમિળ માટે વિજય સેતુપતિ, તેલુગુ માટે બી સાઇ શ્રીનિવાસ, બંગાળી માટે અભિનેતા જીત અને ગુજરાતી માટે અભિનેતા પ્રતિક ગાંધીએ અવાજ આપ્યો છે.

આ પણ વાંચો: પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી આ પ્રોજેક્ટમાં સાથે કરશે કામ!

તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે પ્રતિક ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ‘મારી પહેલી વોઈસઓવર ફિલ્મ #ધીર’.

થોડાક દિવસ પહેલા ફિલ્મની જાહેરાત કરતા પ્રતિક ગાંધીએ એક પોસ્ટ શૅર કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘સૌથી મોટી પેન ઇન્ડિયન મોશન કેપ્ચર એનિમેશન મૂવીનો ભાગ હોવાને ગર્વ અનુભવું છું. મેં શ્રેષ્ઠ ભારતીય એનિમેશન મૂવી #ધીરમાં મહાન વિદ્વાન તેનાલી રામાને અવાજ આપ્યો છે’.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પરંતુ રિલીઝ તારીખ અને અન્ય માહિતી વિશે વધુ વિગતો જાહેર કરવામાં નથી આવી. અત્યારે માત્ર, ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવાના અહેવાલ છે.

 આ પણ જુઓ: SCAM 1992: Real Vs Reel હિટ સીરિઝમાં કોણે ભજવ્યું કોનું પાત્ર, જાણો છો?

તમને જણાવી દઈએ કે, પ્રતિક ગાંધીએ ઘણા યાદગાર ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે પ્રતિકે ‘બે યાર’, ‘રોંગ સાઇડ રાજુ’, ‘લવની લવ સ્ટોરીઝ’, ‘લવની ભવાઇ’, ‘વેન્ટીલેટર’, ‘ધૂનકી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે તેણે હિન્દી ફિલ્મ ‘લવરાત્રી’માં તેણે નેગેટિવ પાત્ર ભજવ્યું હતું અને ‘મિત્રોં’ ફિલ્મમાં તેણે રોનકનું પાત્ર ભજવ્યું હતું.

entertainment news dhollywood news gujarati film Pratik Gandhi