SCAM 1992: Real Vs Reel હિટ સીરિઝમાં કોણે ભજવ્યું કોનું પાત્ર, જાણો છો?

Updated: 5th November, 2020 12:00 IST | Chirantana Bhatt
  • પ્રતિક ગાંધીની પૉપ્યુલારીટીનો પારો આસમાને આંબ્યો છે. હર્ષદ મહેતા, બિગ બુલના રોલમાં તેણે ગામ ગજવ્યું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    પ્રતિક ગાંધીની પૉપ્યુલારીટીનો પારો આસમાને આંબ્યો છે. હર્ષદ મહેતા, બિગ બુલના રોલમાં તેણે ગામ ગજવ્યું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    1/31
  • પ્રતિક ગાંધી માટે આ સિરીઝ અને આ રોલ એક એવો માઇલ સ્ટોન છે જે તેના એક્ટિંગ કરિયર માટે એક શાર્પ પૉઝિટીવ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે.

    પ્રતિક ગાંધી માટે આ સિરીઝ અને આ રોલ એક એવો માઇલ સ્ટોન છે જે તેના એક્ટિંગ કરિયર માટે એક શાર્પ પૉઝિટીવ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે.

    2/31
  • હેમંત ખેરે હર્ષદ મહેતાના ભાઇ અશ્વિન મહેતાના પાત્રને એક એવા સ્તરે મૂક્યું છે કે આજે દરેક જણ એમ જ કહે છે કે ભાઇ હોય તો અશ્વિન મહેતા જેવો હોય નહીંતર ન હોય.

    હેમંત ખેરે હર્ષદ મહેતાના ભાઇ અશ્વિન મહેતાના પાત્રને એક એવા સ્તરે મૂક્યું છે કે આજે દરેક જણ એમ જ કહે છે કે ભાઇ હોય તો અશ્વિન મહેતા જેવો હોય નહીંતર ન હોય.

    3/31
  • અશ્વિન મહેતાએ પોતે પચાસના દાયકામાં હતા ત્યારે કાયદાની ડિગ્રી મેળવી અને પોતાના ભાઇ સામેના કેસિઝ હેન્ડલ કર્યા, આજે તે મુંબઇ હાઇ કોર્ટ અને સુપ્રિમ કોર્ટના જાણીતા લૉયર છે.  તેમણે એકલા હાથે હર્ષદ મહેતાનું નામ ક્લિયર કરવા મેટ વિવિધ બેંક્સને 1700 કરોડ ચૂકવ્યા. આમ તો 2001માં હર્ષદ મહેતાનું મૃત્યુ થયું ત્યાં સુધી તેમની પર કેસિઝ ચાલ્યા. અશ્વિન મહેતાએ 2018 સુધી વિવિધ કાયદાકીય લડત હેન્ડલ કરી. 

    અશ્વિન મહેતાએ પોતે પચાસના દાયકામાં હતા ત્યારે કાયદાની ડિગ્રી મેળવી અને પોતાના ભાઇ સામેના કેસિઝ હેન્ડલ કર્યા, આજે તે મુંબઇ હાઇ કોર્ટ અને સુપ્રિમ કોર્ટના જાણીતા લૉયર છે.  તેમણે એકલા હાથે હર્ષદ મહેતાનું નામ ક્લિયર કરવા મેટ વિવિધ બેંક્સને 1700 કરોડ ચૂકવ્યા. આમ તો 2001માં હર્ષદ મહેતાનું મૃત્યુ થયું ત્યાં સુધી તેમની પર કેસિઝ ચાલ્યા. અશ્વિન મહેતાએ 2018 સુધી વિવિધ કાયદાકીય લડત હેન્ડલ કરી. 

    4/31
  • સુચેતા દલાલ, એવોર્ડ વિનિંગ જર્નાલિસ્ટ જેને કારણે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું તેનું પાત્ર શ્રેયા ધનવંતરીએ ભજવ્યું છે. સુચેતા દલાલ એના તેમના મિત્ર દેબાશિષે મળીને આ કૌભાંડો ઉપર એક પુસ્તક લખ્યું જેના આધારે જ હંસલ મહેતાએ આ શ્રેણી રચી છે.

    સુચેતા દલાલ, એવોર્ડ વિનિંગ જર્નાલિસ્ટ જેને કારણે આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું તેનું પાત્ર શ્રેયા ધનવંતરીએ ભજવ્યું છે. સુચેતા દલાલ એના તેમના મિત્ર દેબાશિષે મળીને આ કૌભાંડો ઉપર એક પુસ્તક લખ્યું જેના આધારે જ હંસલ મહેતાએ આ શ્રેણી રચી છે.

    5/31
  • સુચેતા દલાલે એનોરન કૌભાંડ, આઇડીબાઇ કૌભાંડ અને કેતન પારેખનાં કૌભાંડ પર પણ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ કરી આ બાબતો ઉઘાડી પાડી.

    સુચેતા દલાલે એનોરન કૌભાંડ, આઇડીબાઇ કૌભાંડ અને કેતન પારેખનાં કૌભાંડ પર પણ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ કરી આ બાબતો ઉઘાડી પાડી.

    6/31
  • દેબાશીષ અને સુચેતા દલાલની ક્યૂટ લવ સ્ટોરી આ સિરીઝમાં બહુ સટિકતાથી વણી લેવાઇ છે. 

    દેબાશીષ અને સુચેતા દલાલની ક્યૂટ લવ સ્ટોરી આ સિરીઝમાં બહુ સટિકતાથી વણી લેવાઇ છે. 

    7/31
  • દેબાશિષ બાસુ જે ધી સ્કેમના કો-ઑથર અને સુચેતાના પતિ છે તેમનું પાત્ર ભજવ્યું છે ફૈઝલ રશિદે. હાલમાં તે મનીલાઇફ પખવાડિક હેન્ડલ કરે છે જે ઇન્વેસ્ટમેન્ટ અંગે માહિતગાર કરે છે. 

    દેબાશિષ બાસુ જે ધી સ્કેમના કો-ઑથર અને સુચેતાના પતિ છે તેમનું પાત્ર ભજવ્યું છે ફૈઝલ રશિદે. હાલમાં તે મનીલાઇફ પખવાડિક હેન્ડલ કરે છે જે ઇન્વેસ્ટમેન્ટ અંગે માહિતગાર કરે છે. 

    8/31
  • ફૈઝલ રાશિદે મંજુનાથ અને રાવણ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. દૂરદર્શનની સિરીયલ ઉપનિષદ ગંગાથી તેમણે પોતાના અભિનયની જર્ની શરૂ કરી હતી. 

    ફૈઝલ રાશિદે મંજુનાથ અને રાવણ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. દૂરદર્શનની સિરીયલ ઉપનિષદ ગંગાથી તેમણે પોતાના અભિનયની જર્ની શરૂ કરી હતી. 

    9/31
  • દેબાશીષ બાસુ અને સુચેતા દલાલના પુસ્તક ધી સ્કેમમાં માત્ર એક કૌભાંડની વાત નથી. 

    દેબાશીષ બાસુ અને સુચેતા દલાલના પુસ્તક ધી સ્કેમમાં માત્ર એક કૌભાંડની વાત નથી. 

    10/31
  • અંજલી બારોટે ભજવ્યું છે હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતાનું પાત્ર.

    અંજલી બારોટે ભજવ્યું છે હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ મહેતાનું પાત્ર.

    11/31
  • જ્યોતિ મહેતાએ છેક સુધી, આટલા બધા ઘોંઘાટ અને ગોટાળાની ભીડમાં પોતાના પતિ હર્ષદનો સાથ ન છોડ્યો. તેના મૃત્યુ બાદ કોર્ટમાં એ જ વર્ષે તેણે કિશોર જનાની અને ફેડરલ બેંક સામેનો કેસ જીત્યો હતો. બેંકે હર્ષદ મહેતાને 6 કરોડ ચૂકવવાના હતા અને આ રકમ 18 ટકા વ્યાજ સાથે જ્યોતિ મહેતાને મળે તેમ હતું.

    જ્યોતિ મહેતાએ છેક સુધી, આટલા બધા ઘોંઘાટ અને ગોટાળાની ભીડમાં પોતાના પતિ હર્ષદનો સાથ ન છોડ્યો. તેના મૃત્યુ બાદ કોર્ટમાં એ જ વર્ષે તેણે કિશોર જનાની અને ફેડરલ બેંક સામેનો કેસ જીત્યો હતો. બેંકે હર્ષદ મહેતાને 6 કરોડ ચૂકવવાના હતા અને આ રકમ 18 ટકા વ્યાજ સાથે જ્યોતિ મહેતાને મળે તેમ હતું.

    12/31
  • અંજલી બારોટે ગુજરાતી મિડ-ડે ડૉટ.કોમ સાથેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ દ્રશ્ય ભજવતી વખતે કટ કહ્યા બાદ પણ તેનાં આંસુ અટક્યા ન હતા.

    અંજલી બારોટે ગુજરાતી મિડ-ડે ડૉટ.કોમ સાથેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ દ્રશ્ય ભજવતી વખતે કટ કહ્યા બાદ પણ તેનાં આંસુ અટક્યા ન હતા.

    13/31
  • સતીશ કૌશિકે ભજવેલું મનુ મુંદ્રાનું પાત્ર મનુ માણેક નામના પાત્રને આધારીત છે. એંશીના દાકયામાં તે બ્લેક કોબ્રા તરીકે પંકાયેલા હતા. મનુ માણેક ધીરૂભાઇ અંબાણી સાથે શિંગડા ભેરવવા માટે જાણીતા હતા પણ આ કારણે મારવાડી બેર કાર્ટેલ પડી ભાંગ્યુ હતું. તેમની કોઇ વેરિફાઇડ તસવીરો અવેલેબલ નથી.

    સતીશ કૌશિકે ભજવેલું મનુ મુંદ્રાનું પાત્ર મનુ માણેક નામના પાત્રને આધારીત છે. એંશીના દાકયામાં તે બ્લેક કોબ્રા તરીકે પંકાયેલા હતા. મનુ માણેક ધીરૂભાઇ અંબાણી સાથે શિંગડા ભેરવવા માટે જાણીતા હતા પણ આ કારણે મારવાડી બેર કાર્ટેલ પડી ભાંગ્યુ હતું. તેમની કોઇ વેરિફાઇડ તસવીરો અવેલેબલ નથી.

    14/31
  • ચિરાગ વોરા જે ભૂષણ ભટ્ટનું પાત્ર ભજવે છે તે એક કરતાં વધુ પાત્રોનું મિશ્રણ છે. તેમાં હર્ષદ સાથે જોડાયેલા સ્ટોક બ્રોકર કેતન પારેખના પાત્ર સહિત અન્યોના શેડ્ઝ છે.

    ચિરાગ વોરા જે ભૂષણ ભટ્ટનું પાત્ર ભજવે છે તે એક કરતાં વધુ પાત્રોનું મિશ્રણ છે. તેમાં હર્ષદ સાથે જોડાયેલા સ્ટોક બ્રોકર કેતન પારેખના પાત્ર સહિત અન્યોના શેડ્ઝ છે.

    15/31
  • પરેશ ગણાત્રાનું પાત્ર માહેશ્વરી એ જાણીતા બિઝનેસમેન અને રોકાણકાર રાધાકિશન દમાણી પર આધારિત છે. તે ડી માર્ટના સ્થાપક છે. તેમની પર કોઈ આક્ષેપ નહતા પણ તેઓ મનુ માણેક અને હર્ષદ મહેતા સાથે કડીઓ ધરાવતા હતા. તેમણે 2000ની સાલમાં સ્ટોક માર્કેટ છોડ્યું અને તેઓ ભારતના સૌથી ધનિકોની યાદીમાં બીજા સ્થાને છે.

    પરેશ ગણાત્રાનું પાત્ર માહેશ્વરી એ જાણીતા બિઝનેસમેન અને રોકાણકાર રાધાકિશન દમાણી પર આધારિત છે. તે ડી માર્ટના સ્થાપક છે. તેમની પર કોઈ આક્ષેપ નહતા પણ તેઓ મનુ માણેક અને હર્ષદ મહેતા સાથે કડીઓ ધરાવતા હતા. તેમણે 2000ની સાલમાં સ્ટોક માર્કેટ છોડ્યું અને તેઓ ભારતના સૌથી ધનિકોની યાદીમાં બીજા સ્થાને છે.

    16/31
  • કવિન દવેનું પાત્ર રાકેશ એ જાણીતા બિઝનેસમેન રાકેશ ઝુનઝુનવાલા પર આધારિત છે. રાકેશ ઝુનઝુનવાલાને કિંગ ઑફ સ્ટૉક માર્કેટનું ટાઇટલ વર્તમાન સમયમાં પણ અપાયું છે. હર્ષદ મહેતાના પતન બાદ માર્કેટમાં જે ખાલીપો હતો તે ભરવાનું કામ રાકેશ ઝુનઝુનવાલાએ કર્યું એમ કહેવાય છે. તેઓ રાધાકિશન દમાણીને પોતાના ગુરુ માને છે અને કહે છે કે તેમના દ્વારા જ તેઓ સ્ટોક માર્કેટને આટલું સારી પેઠે સમજી શક્યા. 

    કવિન દવેનું પાત્ર રાકેશ એ જાણીતા બિઝનેસમેન રાકેશ ઝુનઝુનવાલા પર આધારિત છે. રાકેશ ઝુનઝુનવાલાને કિંગ ઑફ સ્ટૉક માર્કેટનું ટાઇટલ વર્તમાન સમયમાં પણ અપાયું છે. હર્ષદ મહેતાના પતન બાદ માર્કેટમાં જે ખાલીપો હતો તે ભરવાનું કામ રાકેશ ઝુનઝુનવાલાએ કર્યું એમ કહેવાય છે. તેઓ રાધાકિશન દમાણીને પોતાના ગુરુ માને છે અને કહે છે કે તેમના દ્વારા જ તેઓ સ્ટોક માર્કેટને આટલું સારી પેઠે સમજી શક્યા. 

    17/31
  • મિથિલેશ ચતુર્વેદીએ જાણીતા વકીલ અને પૂર્વ રાજ્ય સભા સંસદ રામ જેઠમલાણીનો રોલ ભજવ્યો છે. તેઓ હર્ષદ મહેતાના વકીલ હતા.

    મિથિલેશ ચતુર્વેદીએ જાણીતા વકીલ અને પૂર્વ રાજ્ય સભા સંસદ રામ જેઠમલાણીનો રોલ ભજવ્યો છે. તેઓ હર્ષદ મહેતાના વકીલ હતા.

    18/31
  • પ્રણવ શેઠનું પાત્ર જય ઉપાધ્યાયે ભજવ્યું છે અને તે હર્ષદ મહેતાના મિત્ર પલ્લવ શેઠ પર આધારીત છે.

    પ્રણવ શેઠનું પાત્ર જય ઉપાધ્યાયે ભજવ્યું છે અને તે હર્ષદ મહેતાના મિત્ર પલ્લવ શેઠ પર આધારીત છે.

    19/31
  • સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર કે માધવનનું પાત્ર ભજવ્યું છે રજત કપૂરે. માધવને 1992ના કૌભાંડનું ઇવેસ્ટિગેશન અડધેથી છોડ્યું હતું કારણ કે તે આ આખી ઘટના પ્રત્યેના અભિગમથી બહુ જ અકળાઇ ગયા હતા.


    સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર કે માધવનનું પાત્ર ભજવ્યું છે રજત કપૂરે. માધવને 1992ના કૌભાંડનું ઇવેસ્ટિગેશન અડધેથી છોડ્યું હતું કારણ કે તે આ આખી ઘટના પ્રત્યેના અભિગમથી બહુ જ અકળાઇ ગયા હતા.

    20/31
  • ચંદ્રાસ્વામી જે ઘણા રાજકારણીઓને જ્યોતિષાધારિત માર્ગદર્શન આપતા તેમના આધારે સિરીઝમાં સ્વામીજીનું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે.  આ પાત્ર કાર્તિક ક્રિષ્નને ભજવ્યું છે. 

    ચંદ્રાસ્વામી જે ઘણા રાજકારણીઓને જ્યોતિષાધારિત માર્ગદર્શન આપતા તેમના આધારે સિરીઝમાં સ્વામીજીનું કેરેક્ટર દર્શાવવામાં આવ્યું છે.  આ પાત્ર કાર્તિક ક્રિષ્નને ભજવ્યું છે. 

    21/31
  • અજય કેડિયાનું પાત્ર ભજવ્યું છે અમજદ ખાનનાં દીકરા શાદાબ ખાને. 

    અજય કેડિયાનું પાત્ર ભજવ્યું છે અમજદ ખાનનાં દીકરા શાદાબ ખાને. 

    22/31
  • લોકો માનતા હતા કે તે વિજય કેડિયા પર આધારિત પાત્ર છે પણ તે હકીકતમાં સ્ટોક માર્કેટ બિઝનેસ ચલાવતા અય કેયાન આધારિત પાત્ર છે.

    લોકો માનતા હતા કે તે વિજય કેડિયા પર આધારિત પાત્ર છે પણ તે હકીકતમાં સ્ટોક માર્કેટ બિઝનેસ ચલાવતા અય કેયાન આધારિત પાત્ર છે.

    23/31
  • નિખીલ દ્વિવેદીએ એ એસ થિયાગરાજન (ત્યાગરાજન- થ્યાગુ)નું પાત્ર ભજવ્યું છે. તે સિટી બેંકની ઇન્ડિયન ટ્રેઝરીના હેડ હતા અને હાલમાં તેઓ એક્વેરિયસ ઇનવેસ્ટમેન્ટના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર છે.

    નિખીલ દ્વિવેદીએ એ એસ થિયાગરાજન (ત્યાગરાજન- થ્યાગુ)નું પાત્ર ભજવ્યું છે. તે સિટી બેંકની ઇન્ડિયન ટ્રેઝરીના હેડ હતા અને હાલમાં તેઓ એક્વેરિયસ ઇનવેસ્ટમેન્ટના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર છે.

    24/31
  • અનંત મહાદેવને આરબીઆઇ ગવર્નર એસ વેંકિટરમનનનું પાત્ર ભજવ્યું છે. અનંત મહાદેવનના ડાયરેક્શન અને એક્ટિંગ સ્કિલ્સની વાત તો જેટલી કરીએ તેટલી ઓછી છે. તાજેતરમાં જ તેમણે ટેલિવિઝનના ઇતિહાસ પર એક ખૂબ વિગતવાર પુસ્તક લખીને પ્રકાશિત કર્યું છે. 

    અનંત મહાદેવને આરબીઆઇ ગવર્નર એસ વેંકિટરમનનનું પાત્ર ભજવ્યું છે. અનંત મહાદેવનના ડાયરેક્શન અને એક્ટિંગ સ્કિલ્સની વાત તો જેટલી કરીએ તેટલી ઓછી છે. તાજેતરમાં જ તેમણે ટેલિવિઝનના ઇતિહાસ પર એક ખૂબ વિગતવાર પુસ્તક લખીને પ્રકાશિત કર્યું છે. 

    25/31
  • ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારમાં કોમન મેનનાં કાર્ટૂન્સ કોને યાદ ન હોય. લેજેન્ડરી કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણનું પાત્ર જાણીતા અભિનેતા આસિફ અલી બેગે અદા કર્યું છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારમાં કોમન મેનનાં કાર્ટૂન્સ કોને યાદ ન હોય. લેજેન્ડરી કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણનું પાત્ર જાણીતા અભિનેતા આસિફ અલી બેગે અદા કર્યું છે.

    26/31
  • કે કે રૈનાએ મનોહર ફેરવાનીનું પાત્ર ભજવ્યું છે. મનોહર ફેરવાની યુટીઆઇ - યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના ચેરમેન હતા અને નેશનલ હાઉસિંગ  બૅંકના પણ ચેરમેન હતા. કૌભાંડમાં તેમની સંડોવણી હોવાની વાતો ફરતી થઇ ત્યારે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું પણ એવી પણ અફવાઓ હતી કે તેમણે આત્મહત્યા કરી હતી.

    કે કે રૈનાએ મનોહર ફેરવાનીનું પાત્ર ભજવ્યું છે. મનોહર ફેરવાની યુટીઆઇ - યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના ચેરમેન હતા અને નેશનલ હાઉસિંગ  બૅંકના પણ ચેરમેન હતા. કૌભાંડમાં તેમની સંડોવણી હોવાની વાતો ફરતી થઇ ત્યારે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું પણ એવી પણ અફવાઓ હતી કે તેમણે આત્મહત્યા કરી હતી.

    27/31
  • હર્ષદ મહેતાના જૂના ઇન્ટરવ્યુઝ પણ આજકાલ વાઇરલ છે અને આજે પણ તેને ભગવાન માનનારાઓની સંખ્યા મોટી છે તો તેને ગુનેગાર કહેનારાઓનો આંકડો પણ નાનો સુનો નથી. 

    હર્ષદ મહેતાના જૂના ઇન્ટરવ્યુઝ પણ આજકાલ વાઇરલ છે અને આજે પણ તેને ભગવાન માનનારાઓની સંખ્યા મોટી છે તો તેને ગુનેગાર કહેનારાઓનો આંકડો પણ નાનો સુનો નથી. 

    28/31
  • કેતન પારેખનાં સ્કેમને ઉઘાડું પાડવામાં પણ સુચેતા દલાલનો જ હાથ હતો. કેતન પારેખ હર્ષદ મહેતાની કંપની ગ્રો મોર સોલ્યુશન્સનો ભાગ હતો.

    કેતન પારેખનાં સ્કેમને ઉઘાડું પાડવામાં પણ સુચેતા દલાલનો જ હાથ હતો. કેતન પારેખ હર્ષદ મહેતાની કંપની ગ્રો મોર સોલ્યુશન્સનો ભાગ હતો.

    29/31
  • રામ જેઠમલાણીએ અને હર્ષદ મહેતાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં મોટી મસ બેગ દેખાડાઇ હતી અને કહેવાયું હતું કે આ બેગમાં રૂપિયા ભરીને વડાપ્રધાનને આપી, હર્ષદ મહેતાની સિક્યોરિટી ખરીદવામાં આવી હતી. 

    રામ જેઠમલાણીએ અને હર્ષદ મહેતાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં મોટી મસ બેગ દેખાડાઇ હતી અને કહેવાયું હતું કે આ બેગમાં રૂપિયા ભરીને વડાપ્રધાનને આપી, હર્ષદ મહેતાની સિક્યોરિટી ખરીદવામાં આવી હતી. 

    30/31
  • આવી જબરદસ્ત ઇમ્પેક્ટફૂલ સિરીઝ બનાવવા બદલ હંસલ મહેતાને અઢળક શુભેચ્છાઓ...

    આવી જબરદસ્ત ઇમ્પેક્ટફૂલ સિરીઝ બનાવવા બદલ હંસલ મહેતાને અઢળક શુભેચ્છાઓ...

    31/31
  • loading...

ફોટોઝ વિશે

સ્કેમ 1992 (Scam 1992) - હર્ષદ મહેતાએ કરેલા કૌભાંડ પર આધારીત અને હંસલ મહેતા દિગ્દર્શિત આ સિરીઝ વિષે જેટલી વાત થાય એટલી ઓછી છે. આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લાડીલા પ્રતીક ગાંધીએ પોતાના અભિનયથી લોકોને આંજી દીધા છે તો સાથે અંજલી બારોટ, હેમંત ખેર, ચિરાગ વોરા, જય ઉપાધ્યાય, શ્રેયા ધનવંતરી જેવા કલાકારોએ સૌને આ સત્ય ઘટના સાથે જોડાયેલી વ્યક્તિઓને મામલે ઉત્સુક કરી દીધા છે. જોઇએ કોણે ભજવ્યું કયું પાત્ર. (તસવીરો - ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યૂ ટ્યૂબ ગ્રેબ)

First Published: 5th November, 2020 11:11 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK