Jhopadpatti Trailer:અનાથ બાળકીનું સપનું સાકાર કરવા ઝૂંપડપટ્ટીવાસીઓ કરશે પડકારોનો સામનો

24 February, 2024 10:07 PM IST  |  Mumbai | Nirali Kalani

Jhopadpatti Trailer: એક અનાથ બાળકીના કલેક્ટર બનવાના સપનાં પાછળ ઝૂંપડપટ્ટીના લોકો કેવા કેવા પડકારોનો સામનો કરે છે તે જોવા મળે છે.

ઝૂંપડપટ્ટી ફિલ્મનું પોસ્ટર

Jhopadpatti Trailer: ગુજરાતી સિનેમામાં રૉમેન્સ, લવસ્ટોરી અને કૉમેડી સિવાય વિવિધ વિષયો પર ફિલ્મ બનવવાનો પ્રયોગ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણેક વર્ષમાં થ્રીલર, હૉરર કૉમેડી, ઐતિહાસિક અને સાયકૉલોજીકલ થ્રીલર સ્વરૂપમાં દર્શકોને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે. આ કડીમાં તદ્દન નવા વિષય સાથે એક ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે  ‘ઝૂંપડપટ્ટી’. જીવનની વાસ્તવિકતા અને નક્કી કરેલા મોટા ધ્યેય સુધી પહોંચવામાં આવતાં પડકારો દર્શાવતી ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. 

ટ્રેલરની શરૂઆતમાં ઝૂંપડપટ્ટીના દ્રશ્યો જોવા મળે છે. આ સાથે જ છોકરીને ભણાવવા માટે અનિવાર્ય ગણાતી આર્થિક ક્ષમતા પર સવાલ ઉઠતો એક સંવાદ સાંભળવા મળે છે. બાદમાં ભાવિનિ જાનીની એન્ટ્રી થાય છે અને કહે છે કે "જીજે છત્રીસ કાઢી નાખું બત્રીસ". તેમનો આ સંવાદ અને ઠાઠા જોઈને લાગે છે તે ઝૂંપડપટ્ટીના આગેવાનીઓમાંનાં એક છે. ઝૂંપડપટ્ટીમાં તેમનો આદર અને સત્કાર બહોળા પ્રમાણમાં થતો હશે. ટ્રેલર આગળ વધતાં જોવા મળે છે કે વાર્તા એક છોકરીના કલેક્ટર બનવાના સપના તરફ વળે છે. ઝૂપંડપટ્ટીમાં રહી કલેક્ટર બનવાનું સપનું જોવું પણ અઘરું હોય છે તો એમાં એને પૂરૂં કરવું એક પડકરાથી ઓછું નથી તેવો ભાવ આ ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે. 

એક અનાથ બાળકીના કલેક્ટર બનવાના સપનાં પાછળ ઝૂંપડપટ્ટીના લોકો કેવા કેવા પડકારોનો સામનો કરે છે તે જોવા મળે છે. નાના વિસ્તારમાં રહેતા લોકોની મોટી આશાઓ અને એનાથી પણ મોટું એવો એકાબીજા માટે સહકાર કંઈક નવું આપશે આ ફિલ્મમાં. ફિલ્મનું ડિરેક્શન પાર્થ વાય ભટ્ટ (Parth Y Bhatt) દ્વારા કરવામાં આવ્યું છે, ફિલ્મની સ્ટોરી પણ તેમણે જ લખી છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં પાર્થ વાય ભટ્ટે જણાવ્યું કે " ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મહિલા કેન્દ્રિત ફિલ્મ બનાવવાના આશય સાથે આ ફિલ્મ બનાવવામાં આવી છે. તેમજ એક અનાથ કેવી રીતે સખત મહેનત કરીને સમાજમાં યોગદાન આપી શકે અને તે કેટલું મહાન કામ કરી શકે તે દર્શાવવાનો ઉદ્દેશ છે આ ફિલ્મનો."

તેમણે વધુમાં ઉમેર્યુ કે, લેખક, દિગ્દર્શક અને એડિટર તરીકે મને દરેક ભૂમિકામાં કામ કરવાની મજા આવી છે. ફિલ્મના દરેક ભાગને મેં શ્રેષ્ઠ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. મારી પુત્રી દિશિતા ભટ્ટના દ્રશ્યો કાપવા માર માટે મુશ્કેલ કામ હતું કારણ કે તેણીએ ખૂબ મહેનત કરી હતી. જોકે, ટીમના બધા જ કલાકારોએ ખુબ મહેનત કરી છે. 

અગાઉ ફિલ્મ ‘ઝૂંપડપટ્ટી’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રિનપ્લે, એડિટીંગ અને ડિરેક્શન પાર્થ વાય ભટ્ટ (Parth Y Bhatt)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ પ્રજ્ઞેશ મલ્લી (Prangesh Malli)એ કરી છે અને કો-પ્રોડ્યુસ દીપલ સેઠ (Dipal Seth) છે. ફિલ્મના કલાકારો વિશે વાત કરીએ તો ‘ઝૂંપડપટ્ટી’ ફિલ્મમાં ભાવિની ગાંધી (Bhawini Gandhi), આરતી ભાવસાર (Aarti Bhavsar), મિનાક્ષી જોબનપુત્રા (Minakshi Jobanputra), હેમાંગ દવે (Hemang Dave), આકશ ઝાલા (Aakash Zala), નદીમ વધવાનિયા (Nadeem Wadhwania), ભાવિનિ જાની (Bhavini Jani) મુખ્ય ભૂમિકામાં છે.

 

dhollywood news gujarati film entertainment news ahmedabad nirali kalani