‘કચ્છ એક્સપ્રેસ’નું ટ્રેલર થયું લૉન્ચ : શું થશે મોંઘીનાં સપનાં પુરાં?

06 December, 2022 02:31 PM IST  |  Mumbai | Rachana Joshi

રત્ના પાઠક શાહનો અદ્દલ ગુજરાતી અંદાજ : માનસી પારેખનું નોખું રુપ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express)નું આજે ટ્રેલર રિલીઝ થયું છે. ખુલ્લી આંખે જોયેલા સપનાઓને પૂર્ણ થવા સુધીની સફર એટલે ‘કચ્છ એક્સપ્રેસ’. ટ્રેલરમાં જ સંબાદ અને અભિનય દિલ જીતી લે છે. ફિલ્મ ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.

રામ મોરી (Raam Mori) લિખિત અને વિરલ શાહ (Viral Shah) દિગ્દર્શિત ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં રત્ના પાઠક શાહ (Ratna Pathak Shah), માનસી પારેખ (Manasi Parekh), ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil), દર્શિલ સફારી (Darsheel Safari) અને વિરફ પટેલ (Viraff Patel) મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મમાં મોંઘીનું પાત્ર માનસી પારેખ શાહ ભજવે છે. જે તેના સપનાઓ પુર્ણ કરવા એક નવી સફર શરુ કરે છે. તેનું માનવું છે કે, ‘જીવતરમાં રંગ હોય કે ના હોય, પણ લાગણીઓમાં જરૂર રંગ હોવા જોઈએ.’ તેને એકદમ જ સર્પોટિવ બાઈજી (રત્ના પાઠક શાહ) મળ્યા છે. બાઈજી વહુને દરેક બાબતમનાં સપોર્ટ કરે છે. બાઈજી.

અહીં જુઓ ટ્રેલર :

ટ્રેલરમાં જોઈ શકાય છે કે, મોંઘી એક હોશિયાર વહુ છે જેને નસીબ અને પરિવારે જોઈએ તેટલું આપ્યું છે. પરંતુ પતિ ધર્મેશ (ધમેન્દ્ર ગોહિલ) જીવનની ગાડીના આડા પાટે ચડે છે ત્યારે મોંઘીને તેના સપનાંઓ પુરા કરવા દીકરો અવિ (દર્શિલ સફારી) પ્રેરણા આપે છે. પછી આગળ શું થશે તેવી ઉત્કંઠના ટ્રેલર પરથી જાગે છે.

ટ્રેલર પરથી જ ફિલ્મ બહુ ઇન્ટરસ્ટિંગ લાગી રહી છે.

‘કચ્છ એક્સપ્રેસ’માં રત્ના પાઠક શાહ, માનસી પારેખ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શિલ સફારી અને વિરફ પટેલની સાથે કૌશાંબી ભટ્ટ (Kaushabi Bhatt), કુમકુમ દાસ (Kumkum Das), હીના વર્દે (Heena Varde), રીવા રાચ્છ (Reeva Rachh), માર્ગી દેસાઇ (Margi Desai), ભૂમિકા બારોટ (Bhumika Barot), ડેનિશા ઘૂરમા (Denish Ghurma), ગરિમા ભારદ્વાજ (Garima Bhardwaj), પ્રિયંકા ચૌહાણ (Priyanka Chauhan), અનુજ શર્મા (Anuj Sharma), મોહમ્મદ અરમાન (Mohammad Arman), યુરી ગુબનોવ (Yury Gubnov) અને હેમાંગ બારોટ (Hemang Barot) પણ છે. આ ફિલ્મમાં સંગીત સચિન- જીગર (Sachin-Jigar)નું છે. ફિલ્મને પ્રોડ્યુસ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ (Parthiv Gohil)એ અને પ્રેઝન્ટ સૉલ સુત્રા (Soul Sutra) કરી રહ્યું છે.

‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મ ૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે.

entertainment news dhollywood news gujarati film upcoming movie manasi parekh ratna pathak darsheel safary rachana joshi