મલ્હાર ઠાકર કરી રહ્યો છે `શુભ યાત્રા`, જાણો કઈ તારીખે જાય છે અમેરિકા

18 March, 2023 10:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલ્હાર ઠાકરની વધુ એક ફિલ્મ ગુજરાતી ફિલ્મોની રિલીઝમાં પોતાનો આંકડો ઉમેરી રહી છે. ત્યારે જાણો શું છે આ ફિલ્મનું નામ અને ક્યારે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ.

મલ્હાર ઠાકર (ફાઈલ તસવીર)

બૉલિવૂડની (Bollywood) જેમ જ હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સારી ફિલ્મો બનવાની શરૂઆત થઈ ગઈ છે. એક વર્ષમાં રિલીઝ થનારી ફિલ્મોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે આ સંખ્યામાં વધુ એક ફિલ્મનું નામ ઉમેરાઈ રહ્યું છે. મલ્હાર ઠાકરની વધુ એક ફિલ્મ ગુજરાતી ફિલ્મોની રિલીઝમાં પોતાનો આંકડો ઉમેરી રહી છે. ત્યારે જાણો શું છે આ ફિલ્મનું નામ અને ક્યારે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મ.

મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ શુભ યાત્રાનું પોસ્ટર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે આની સાથે જ ફિલ્મ 28મી એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે તેની જાહેરાત પણ ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શૅર કરી છે. આ પોસ્ટર પાસપૉર્ટના ફૉર્મેટમાં બનેલું છે. આ પોસ્ટરમાં મલ્હાર ઠાકરનો પાસપોર્ટ સાઈઝ ફોટો પણ જોવા મળે છે. સાથે જ આ પોસ્ટરમાં મલ્હારનું નામ મોહન પટેલ એવું લખવામાં આવ્યું છે. જન્મ તારીખ 2જી સપ્ટેમ્બર 1992ની છે જ્યારે આ ફિલ્મનું રાઈટિંગ, એડિટિંગ અને ડિરેક્શન મનીષ સૈની દ્વારા કરવામાં આવ્યું છે. 

ફિલ્મના પોસ્ટરની સાથે મલ્હાર ઠાકરે લખ્યું છે કે પાસપૉર્ટ તૈયાર છે, બૅગ પેક થઈ ગઈ છે, અમેરિકાની ટિકિટ પણ ડન, હવે માત્ર વિઝા બાકી છે... શું લાગે છે મળી જશે? પ્રાર્થના કરજો. ફ્લાઈટ 28મી એપ્રિલ 2023ના રોજ ઉડે છે. સાથે જ મલ્હાર ઠાકરે શુભ યાત્રા અને સિનેમા સંબંધિત હેશટૅગ પણ પોસ્ટ કર્યા છે. 

આ પણ વાંચો : ‘છેલ્લો દિવસ’ની ત્રિપુટી ફરી દેખાશે સાથે, આનંદ પંડિત કરે છે ફિલ્મને પ્રોડ્યુસ

આ ફિલ્મ શુભ યાત્રામાં મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર, દર્શન ઝરીવાલા, હિતુ કનોડિયા, અર્ચન ત્રિવેદી, હેમિન ત્રિવેદી, મગન લુહાર, સુનિલ વિસ્રાની, જય ભટ્ટ અને ચેતન દૈયા પણ જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન મનીષ સૈનીએ કર્યું છે. પ્રૉડ્યુસર ધ રાવડી પિક્ચર્સ, વિકિ ઑફિશિયલ અને મનીશ સૈની છે. આ ફિલ્મના કૉ-પ્રૉડ્યૂસર રાજન સૈની, સચિન પ્રફુલ પટેલ, અને સંતોષ શર્મા છે. સિનેમેટોગ્રાફર સ્વાતિ દિપકે કરી છે. સંગીત કેદાર એન્ડ ભાર્ગવનું છે. એસોસિએટ પ્રૉડ્યુસર અનિરુદ્ધ સિંહ છે અને એક્ઝિક્યૂટિવ પ્રૉડ્યૂસર સંદિપ રાવલ છે. 

dhollywood news entertainment news gujarati film Malhar Thakar