મલ્હાર મળ્યો તેની ડ્રિમ ગર્લને, કહી આ ખાસ વાત

21 July, 2019 09:52 PM IST  | 

મલ્હાર મળ્યો તેની ડ્રિમ ગર્લને, કહી આ ખાસ વાત

ગુજ્જુ સ્ટાર મલ્હાર ઠાકરે તેની ડ્રીમ ગર્લ અને તેની મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ સાથે મુલાકાત કરી એટલુ જ નહી પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો છે . ફિલ્મ જબરિયા જોડીને લઈને કાસ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા આજે અમદાવાદ પહોંચ્યા છે ત્યારે મલ્હાર ઠાકરે તેની મોસ્ટ ફેવરિટ એક્ટ્રેસ પરિણીતી સાથે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર ફોટોઝ શૅર કર્યા હતાં. આ સાથે જ મલ્હારે જાહેરમાં પરિણીતી ચોપરા માટે પ્રેમનો એકરાર કર્યો છે. ફોટોઝમાં પરિણીતી ચોપરાને મળવાની ખુશી મલ્હારના ચહેરા પર જોઈ શકાય છે. હાલમાં જ થોડાં સમય પહેલા મલ્હારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને પરિણીતી ચોપરા પ્રત્યે ક્રશ છે.

 

પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ જબરિયા જોડીના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા છે. તાજેતરમાં જ પરિણીતિ ચોપરાએ પોસ્ટ કરી હતી કે, અમદાવાદના એલિજિબલ બેચલરને કિડનેપ કરશે. જબરિયા જોડીના આ પ્રમોશનલ પ્લાનના માધ્યમથી જબરિયા જોડી આજે અમદાવાદ પહોંચી છે અને મલ્હાર ઠાકરની મહેમાન બની છે. જો કે મલ્હારને આ કિડનેપ વધારે પસંદ આવશે કારણ કે તે આજે તેની ફેવરેટ પરિણીતીને મળ્યો હતો.

 

આ પણ વાંચો: અમદાવાદમાંથી કોઈકનું અપહરણ કરવા માટે આવી રહ્યા છે સિદ્ધાર્થ અને પરિણીતી

ફિલ્મ જબરિયા જોડી દ્વારા પકડવા વિવાદનો પકડવા વિવાહનો કન્સેપ્ટ પહેલીવાર બોલીવુડમાં દેખાવાનો છે. પ્રશાંત સિંહે ડિરેક્ટ કરેલી ફિલ્મ એક અનોખી લવસ્ટોરીની સાથે સાથે કોમેડીનો ડોઝ પણ આપશે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના બંને લેખત સંજીવ કે ઝા અને પ્રશાંત સિંહ આ જ રાજ્યના છે. એટલે ફિલ્મની બારીકીને સમજવામાં અને તેને વાસ્તવિક રાખવાની સાથે ફિક્શન કરવામાં આસાની રહી હતી.  ફિલ્મ 2 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ થવાની છે.

parineeti chopra Malhar Thakar