સિદ્ધાર્થ અને પરિણીતી ચોપરા અભિનીત ફિલ્મ જબરિયા જોડી પોતાની અનોખી કહાનીના કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ફિલ્મની રિલીઝને હવે થોડા દિવસો બાકી છે. એવામાં સિદ્ધાર્થ અને પરિણીતી તેના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી રહ્યા.
આ ફિલ્મ બિહારમાં થતા પકડવા વિવાહ પર આધારિત છે. એટલે પોતાની ફિલ્મની કહાની ને ધ્યાનમાં રાખતા સિદ્ધાર્થ અને પરિણીતી આવા જ કંઇક અપરાધને અંજામ આપવા માટે તૈયાર છે.
આ પ્રમોશનલ પ્લાનના માધ્યમથી જબરિયા જોડી દેશના દરેક શહેરમાંથી એલિજિબલ બેચલરનું અપહરણ કરશે. જેની તલાશમાં તેઓ અમદાવાદ, ઇન્દોર, પટના જેવા શહેરોમાં જશે.
ફિલ્મની મુખ્ય જોડી રવિવારે અમદાવાદમાં અપહરણનું ષડયંત્ર બનાવી રહી છે. હવે સિદ્ધાર્થ અને પરિણીતી થી કોણ કીડનેપ થવા નહીં ઇચ્છે? તો થઈ જાઓ તૈયાર કારણકે આ જબરીયા જોડી મોસ્ટે એલિજીબલ બેચલરનું અપહરણ કરવા માટે આવી રહી છે તમારા શહેરમાં..
ફિલ્મ જબરિયા જોડી દ્વારા પકડવા વિવાદનો પકડવા વિવાહનો કન્સેપ્ટ પહેલીવાર બોલીવુડમાં દેખાવાનો છે. પ્રશાંત સિંહે ડિરેક્ટ કરેલી ફિલ્મ એક અનોખી લવસ્ટોરીની સાથે સાથે કોમેડીનો ડોઝ પણ આપશે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મના બંને લેખત સંજીવ કે ઝા અને પ્રશાંત સિંહ આ જ રાજ્યના છે. એટલે ફિલ્મની બારીકીને સમજવામાં અને તેને વાસ્તવિક રાખવાની સાથે ફિક્શન કરવામાં આસાની રહી છે.
આ પણ વાંચોઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો
શોભા કપૂર, એક્તા કપૂર, શૈલેષ અને પ્રશાંત સિંહ દ્વારા પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ બાલાજી ટેલી ફિલ્મ્સ તેમજ કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઈમેન્ટ પ્રોડક્શન અંતર્ગત બની છે. ફિલ્મ 2 ઓગસ્ટ 2019ના રોજ રિલીઝ થવાની છે.
ફિલ્મ-રિવ્યુ મરજાવાં: બોરિંગપન કી હાઇટ ક્યા હૈ?
Nov 16, 2019, 10:57 ISTમરજાવાં અને મોતીચૂર ચકનાચૂર, કઈ ફિલ્મ છે જોવા જેવી જાણો RJ મહેક પાસેથી
Nov 15, 2019, 16:49 ISTમરજાવાં માટે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનથી પ્રેરિત થયો હતો સિદ્ધાર્થ મલ્હોત્રા
Nov 15, 2019, 10:18 ISTતારા સુતરિયા સાથેની પહેલી મુલાકાતમાં સિદ્ધાથે તેને શું સવાલ કર્યો હતો?
Nov 14, 2019, 09:58 IST