ફિલ્મ હેલ્લારોનું ગીત 'અસવાર' બનાવવા માટે પડી હતી આટલી મહેનત,જુઓ વીડિયો

01 November, 2019 08:45 PM IST  |  મુંબઈ

ફિલ્મ હેલ્લારોનું ગીત 'અસવાર' બનાવવા માટે પડી હતી આટલી મહેનત,જુઓ વીડિયો

અસવાર ગીતનું એક દ્રશ્ય

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોનું ગીત અસવાર રિલીઝ થયું ત્યારથી જ લોકોના દિલ જીતી રહ્યું છે. ઐશ્વર્યા મજમુદાર અને મૂરાલાલા મારવાડાના કંઠે ગવાયેલું આ ગીત ખૂબ જ કર્ણપ્રિય છે. ગીતને બનાવવા પાછળ મહેનત પણ એટલી જ કરવામાં આવી છે. જેનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો...

વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ગીતનો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. ફિલ્મના કલાકારોએ ગીત માટે કેટલી પ્રેક્ટિસ કરી હતી. ફિલ્મના કલાકારો ગીતમાં ગરબા રમતા જોવા મળે છે જેના માટે પણ તેમણે ખૂબ જ મહેનત કરી છે. સૌથી આકરો સમય લાગે છે તેના શૂટના સમયનો. બળબળતા તાપમાં તેનું શૂટિંગ કરતા સમયે પડતી મુશ્કેલીઓ તેમાં જોઈ શકાય છે. પરંતુ જ્યારે ગીત જોઈએ ત્યારે એમ લાગે કે તેમની મહેનત સાકાર થઈ છે.

આ પણ જુઓઃ જાણો, નેશનલ એવોર્ડ જીતનાર ગુજરાતી ફિલ્મ હેલ્લારોના પુરૂષ કલાકારોને

આ ગીત તમને મુક્તિ અને પૂર્ણતાનો અનુભવ કરાવશે. જ્યારે ગામની સ્ત્રીઓ હાથમાં બેડાં લઈને બધુ ભૂલીને ગરબા રમે છે ત્યારે તેમના ચહેરા પર જે મુક્તિનો ભાવ હોય છે તે અનન્ય છે. ગીતમાં તમને પરંપરાગત ગરબાની ઝલક પણ જોવા મળશે. કર્ણપ્રિય એવા આ ગીતને ઐશ્વર્યા મજમુદાર અને મૂરાલાલા મારવાડાએ ગાયું છે. સમીર અને અર્શ તન્નાની કોરિયોગ્રાફી છે. શબ્દો સૌમ્ય જોશીના છે અને મ્યુઝિક મેહુલ સુરતીનું.

હેલ્લારો કચ્છમાં આકાર લેતા કથા છે. જેમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે. સાથે જ ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર છે અભિષેક શાહ અને ફિલ્મના સંવાદો, ગીત અને અતિરિક્ત પટકથા લેખક છે સૌમ્ય જોશી.

gujarati film