Hitesh Dave: ગુજરાતી નાટકોથી Netflixની વેબસિરીઝ સુધી આવી રહી છે સફર

13 August, 2019 03:04 PM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

Hitesh Dave: ગુજરાતી નાટકોથી Netflixની વેબસિરીઝ સુધી આવી રહી છે સફર

મળો હિતેશ દવેને....

તમને યાદ છે ચીડિયાઘરના ચપ્પલવાલે બાબા? કે પછી દીકરી વ્હાલનો દરિયો ફેમ 'રાઘવભાઈ'? આ એ પાત્ર છે જેમણે તમને હસાવ્યા છે. જેઓ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવે છે અને ધારાવાહિકમાં કામ કરીને તમારા જીવનનો એક ભાગ બની ગયા છે. જેમણે કહીં કીસી રોઝ જેવી ધારાવાહિક કરી છે. જાહેરાતો અને ફિલ્મોની સાથે નેટફ્લિક્સની સીરિઝ પણ કરી છે. તેઓ છે હિતેશ દવે. જેમણે પોતાની સફર Gujaratimidday.com સાથે ખાસ વાત કરી.

બાળનાટકથી કરી હતી શરૂઆત
પોતાની સફરને યાદ કરતા હિતેશભાઈ કહે છે કે, તેમના પરિવારમાંથી કોઈ અભિનયના ક્ષેત્રમાં નથી. તેમણે બાળનાટકથી અભિયન કરવાની શરૂઆત કરી હતી. જે જોઈને તેમના માતા પિતાએ તેમને આ જ ક્ષેત્રમાં આગળ વધાર્યા. હિતેશભાઈ કહે છે કે, તેમને અભિનયના ક્ષેત્રમાં આગળ વધારવા માટે મમ્મી પપ્પાએ ખૂબ ભોગ આપ્યો છે. અને બસ આ જ રીતે તેની સફર શરૂ થઈ. અને રંગભૂમિ પર

આવી રીતે મળી કહીં કીસી રોઝ..
હિતેશભાઈએ ગુજરાતી ધારાવાહિક સ્વાગતમ કુ-સ્વાગતમથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ નાના-મોટા રોલ કરતા હતા. હવે થયું એવું કે તેઓ જાણીતી હિન્દી ધારાવાહિક કહીં કીસી રોઝમાં નાનકડી ભૂમિકા માટે ગયા હતા. અને ત્યારે સીરિયલને અન્ય એક પાત્ર માટે અભિનેતાની જરૂર હતી. તો ડિરેક્ટર સંતરામ વર્માએ હિતેશભાઈને 4 પાનાનો સીન આપ્યો અને કહ્યું કે આ ભજવીને બતાવો. હિતેશભાઈએ 10 મિનિટમાં તૈયારી કરી સીન કરી બતાવ્યો અને તેમને રોલ મળી ગયો. હિતેશભાઈએ એક વર્ષ સુધી કહીં કીસી રોઝમાં કામ કર્યું. જે બાદ તેમણે કહાની ઘર ઘર કી, શ્રીમાન શ્રીમતી ફિર સે, ચંદ્રાકાંત ચિપલુણકર, ચીડિયાઘર જેવી અનેક ધારાવાહિકો કરી છે.

લેખક પણ છે હિતેશભાઈ
સબ ટીવીની જાણીતી સીરિયલ ચીડિયાઘરના હિતેશભાઈ રાઈટર પણ છે. સીરિયલમાં તેઓ રાઈટર તરીકે ગયા હતા અને સાથી રાઈટર સાથે મળીને પાંચ વર્ષ તેમણે લખ્યું. જ્યારે સીરિયલમાં કોઈ અલગ અને અઘરી ભૂમિકા કરવાની આવે એટલે હિતેશભાઈના ફાળે તે આવતી. ચીડિયાઘરમાં તેમણે ભજવેલું 'ચપ્પલવાલે બાબા'નું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું.

મહેમૂદ છે તેમના ફેવરિટ
પડદા પર સૌને હસાવતા હિતેશભાઈના ફેવરિટ મહેમૂદ છે. હિતેશભાઈ કહે છે કે, 'કોમેડી લખવી કે ભજવવી મુશ્કેલ છે. રાજન વાઘધરેનો મને કોમેડિયન બનાવવામાં મોટો ફાળો છે. હું મહેમૂદની ફિલ્મો જોઈને જ મોટો થયો છે. એટલે નક્કી હતું કે આ જ કરવું છે. જો કે, કોઈને ગલગલિયા કર્યા વગર કે દ્વિઅર્થી સંવાદો વગર કોમેડી કરવી થોડી અઘરી છે.'

નેટફ્લિક્સની સીરિઝમાં કામ કરવાના અનુભવને યાદ કરતા હિતેશભાઈ કહે છે કે, 'ટાઈપરાઈટર સીરિઝ આખી ફિલ્મની જેમ જ શૂટ કરવામાં આવી છે. સુજોય ઘોષે આ સીરિઝ ખૂબ જ સુંદર રીતે શૂટ કરી છે. મુંબઈ અને ગોવામાં શૂટિંગ કરવાનો અનુભવ ખૂબ જ સરસ કરી છે.

ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો બદલાયો દાયકો
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આજની સ્થિતિથી હિતેશભાઈ ઘણા ખુશ છે. તેઓ કહે છે કે, 'ગુજરાતી ઈન્ડસ્ટ્રી આજે ખૂબ જ સારા મુકામ પર છે. ફિલ્મો અને ધારાવાહિકો સારી બને છે. દાયકો બદલાયો છે, લોકો બદલાયા છે. અને હવે દર્શકો ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકો તરફ વળ્યા છે. મારી જ ધારાવાહિક 'દીકરી વ્હાલનો દરિયો'માં મારું પાત્ર કેટલાક દિવસોથી નથી આવતું, તો લોકો મને કહે છે કે તમે કેમ નથી દેખાતા? જે સાંભળીને સારું લાગે છે.'

આ પણ જુઓઃ Vyoma Nandi: આ ગુજરાતણની ઢોલીવુડથી લઈ ટોલીવૂડ સુધી છે બોલબાલા

હિતેશ દવે હાલ એમેઝોન પ્રાઈમ માટે એક વેબ સીરિઝમાં કામ કરી રહ્યા છે. સાથે તેમની ત્રણ હિન્દી ફિલ્મો પણ આવી રહી છે અને તેઓ ફેવી ક્વિકની એડમાં પણ જોવા મળશે. વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલા હિતેશભાઈ કહે છે કે રંગભૂમિ તેમની સૌથી વધુ પસંદ છે. લોકો એક પાનાના સીનમાં ડરી જાય. અમે થીએટરમાં 150 પાના યાદ રાખીએ છે. તેમણે બેક સ્ટેજથી શરૂઆત કરી છે અને લોકોની ગાળ પણ ખાધી છે. હાલ મારી પાસે છ લોકોનો સ્ટાફ છે. પરંતુ હું મારા ગુરૂ સફી ઈનામદારની સલાહને યાદ રાખું છું કે, 'હવા મગજમાં ન ઘુસવી જોઈએ.'

gujarati film dhollywood news