કિંજલ દવેને 'ચાર ચાર બંગડીવાળી' ગીત મામલે ફરી કોર્ટની નોટિસ

24 September, 2019 12:54 PM IST  |  અમદાવાદ

કિંજલ દવેને 'ચાર ચાર બંગડીવાળી' ગીત મામલે ફરી કોર્ટની નોટિસ

Image Courtesy:Kinjal Dave Instagram

ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતથી ફેમસ થનાર ગુજરાતી સિંગર કિંજલ દવે ફરી મુશ્કેલીમાં મુકાઈ છે. આ જ ગીત મામલે કિંજલ દવેને કોર્ટે નોટિસ ફટકારી છે. જે ગીતથી કિંજલ દવેને જબરજસ્ત લોકપ્રિયતા મળી તે જ ગીત મામલે કિંજલ દવે વિવાદમાં ફસાઈ છે. ચાર ચાર બંગડીવાલી ગાડી ગીતના કોપીરાઈટ મામલે કોર્ટે કિંજલ દવેને નોટિસ ફટકારી છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સિંગર કાર્તિક પટેલે આ ગીતના કોપીરાઈટ મામલે ફરી કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ મામલે સિટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક મહિનાઓ પહેલા પણ કાર્તિક પટેલે કોપીરાઈટ મામલે કેસ દાખલ કર્યો હતો. હવે કિંજલ દવેએ ફરી આ મામલે કોર્ટમાં જવાબ આપવો પડશે. આ પહેલા કમર્શિયલ કોર્ટમાં કેસ થયો હતો. જો કે કોર્ટે યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરવા આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના યુવકની ફરિયાદ બાદ કમર્શિયલ કોર્ટે કિંજલ દવે પર ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાદ કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં આ ગીત ગાવાનું અટકાવી દીધું હતું. તેમજ યુ ટ્યુબ પરથી પણ ગીત હટાવી લેવાયું હતું. જોકે, આ મામલે વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેની અરજી બાદ રાહત આપતા કોમર્શિયલ કોર્ટના ગીત ગાવા પરના પ્રતિબંધને હટાવી લીધો હતો.

સિંગર કાર્તિક પટેલનો દાવો

ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સિંગર કાર્તિક પટેલે આ ગીત સામે કમર્શિયલ કોર્ટમાં કૉપીરાઈટને લઈ દાવો કર્યો હતો. કાર્તિક પટેલનો દાવો છે કે ગીત મૂળ તેનું લખેલું છે, અને તેણે ગાયેલું પણ છે. અને કિંજલ દવેનું ગીત તેના ગીતની નકલ છે. કાર્તિક પટેલની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ 2016માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં થોડા ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું.

kinjal dave ahmedabad news