IGFF:હોલીવુડની ધરતી પર યોજાશે ગુજરાતી ફિલ્મોનો એવોર્ડ શૉ

10 April, 2019 07:29 PM IST  |  લૉસ એન્જલસ

IGFF:હોલીવુડની ધરતી પર યોજાશે ગુજરાતી ફિલ્મોનો એવોર્ડ શૉ

આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવિલની બીજી સિઝન અનાઉન્સ થઈ ગઈ છે. પહેલી સિઝનની સફળતા બાદ આ વર્ષે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. આ વખતે પણ IGFF અમેરિકાની ધરતી પર યોજાશે. ગુજરાતી સિનેમા સંસ્કૃતિ અને ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતો આ સમારોહ અમેરિકામાં બે તબક્કામાં યોજાશે.

7થી 9 જૂન દરમિયાન લોસ એન્જલસ અને 15-16 જૂને ન્યૂ જર્સીમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન થશે. આ એવોર્ડ ફંક્શન દરમિયાન હોલીવુડની ધરતી પર ગુજરાતી ફિલ્મો અને કલાકારોનું સન્માન થશે. ઉલ્લેખનીય છે કે એવોર્ડ ફંક્શનમાં ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ડોક્યુમેન્ટ્રીઝ અને શોર્ટ ફિલ્મ્સ તેમજ ગાંધીવિચારો પર આધારિત ફિલ્મોને એવોર્ડ અપાશે. આ વખતે આ ત્રણેય કેટેગરીમાં અનુક્રમે 13, 5, 4 અને 5 ફિલ્મો નોમિનેટ થઈ છે.

આ પણ વાંચોઃ હેપી બર્થ ડે ગૌરવઃ આ ગુજરાતી છોરો ચમકી રહ્યો છે હોલીવુડમાં પણ 

આ વખતના ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર ઉમેશ શુક્લા છે. ઉમેશ શુક્લા ગુજરાતી નાટકો સહિત બોલીવુડમાં ઓહ, માય ગોડ, ઓલ ઈઝ વેલ અને 102 નોટ આઉટ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. તો ફેસ્ટિવલ જ્યુરી તરીકે જાણીતા કટાર લેખક જય વસાવડા, ડિરેક્ટર અને લેખક સૌમ્ય જોશી તેમજ અભિનેત્રી અને ડિરેક્ટર ગોપી દેસાઈ શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરશે. ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કૌશલ આચાર્ય Roustrum media અને 1947 Production and entertainment incએ મળીને કરી છે.

gujarat los angeles