આજે ઓપન થાય છે જાણતાં અજાણતાં આશીર્વાદ એ જ અભિશાપ

07 July, 2019 11:56 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે જાણતાં અજાણતાં આશીર્વાદ એ જ અભિશાપ

આજે ઓપન થાય છે જાણતાં અજાણતાં આશીર્વાદ એ જ અભિશાપ

અમી ત્રિવેદી-નિમેષ દિલીપરાય નિર્મિત અને લેખક-દિગ્દર્શક નિમેષ દિલીપરાયનું નવું નાટક ‘જાણતાં અજાણતાં’માં આજે જે પ્રવર્તે છે એ સાઇબર-મેનિયાની વાત કરવામાં આવી છે. નાટકના લેખક-દિગ્દર્શક નિમેષ દિલીપરાય કહે છે, ‘આ વાત, આ વિષય એકેક પરિવારને લાગુ પડે છે. દુનિયા જ્યારે તમારા આંગળીના ટેરવા પર આવી ગઈ છે ત્યારે એ ટેરવાની ખોટી હેલ્પ લઈને ખોટી વ્યક્ત‌િ તમારા ઘરમાં પણ દાખલ થઈ શકે છે.’

શિવાની મહેતા અને તેની દીકરી સાથે આવું જ બને છે. ૧૬ વર્ષની દીકરી ઇન્ટરનેટ સાથે એવી રીતે હળીમળી ગઈ છે જાણે ઇન્ટરનેટ તેનું જીવન છે. બધું જ આંગળીના ટેરવા પર એનું ચાલે છે, પણ એક દિવસ એવી પરિસ્થિતિ સર્જાય છે કે આ આખો પરિવાર સાઇબર-અટૅકનો ભોગ બને છે. બને છે એવું કે આ સાઇબર-અટૅકને લીધે આ આખું ફૅમિલી પોતાનું બધું રાતોરાત ગુમાવી બેસે છે. ગુમાવવામાં માત્ર સંપ‌િત્ત નથી પણ એની સાથોસાથ એ લોકોની પ્રાઇવસી પણ છે. પછી શું થાય છે? કેવી રીતે પોતાની જાતને આ બધાથી મહેતાપરિવાર ઉગારે છે? કઈ રીતે દીકરીને શિવાની મહેતા તેની નૉર્મલ લાઇફ પાછી આપે છે? આ અને આવા તમામ સવાલોનો જવાબ ‘જાણતાં અજાણતાં’ નાટકમાંથી મળે છે.

આ પણ વાંચોઃ આજે ઓપન થાય છે બૈરાઓનો બાહુબલી કથા કપટમાંથી સર્જાતી કૉમેડીની

 ‘જાણતાં અજાણતાં’ના મુખ્ય કલાકારો અમી ત્રિવેદી, નિમેષ દિલીપરાય, પરેશ પંચમતિયા, પ્રત‌િમ પારેખ, કેરવી ઉદાણી, જયેશ પંડ્યા તથા અન્યો છે. નાટકનો શુભારંભ આજે સાડાસાત વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે.

gujarati film