એક્શન અને ક્રાઇમ પર આધારીત ગુજરાતી ફિલ્મ ‘જી’ નું ટીઝર રીલિઝ થયું

18 August, 2019 09:51 PM IST  |  Ahmedabad

એક્શન અને ક્રાઇમ પર આધારીત ગુજરાતી ફિલ્મ ‘જી’ નું ટીઝર રીલિઝ થયું

Ahmedabad : ગુજરાતમાં દારૂબંધી અને એક્શન આધારીત ફિલ્મ જીનું ટીઝર રીલિઝ થઇ ગયું છે. મહત્વનું છે કે ડિરેક્ટર માયુ કચ્ચડીયાની ફિલ્મ જી માં અનવેશી જૈન ગુજરાતી ફિલ્મમાં ડેબ્યું કરી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં ચિરાગ જાની છે. આ ફિલ્મમાં અભિમન્યું સિંહ આ ફિલ્મમાં વિલનની ભુમિકા ભજવી રહ્યા છે.

દારૂબંધી પર બુટલેગર સામે લડી રહેલ ઇમાનદાર પોલીસ પર આધારીત છે ફિલ્મ

ફિલ્મમાં કેટલાક ઈમાનદાર પોલીસ ઓફિસરો દ્વારા દારૂબંધીના કાયદાને કડક બનાવ્યા બાદ પોલીસ અને બુટલેગરો વચ્ચે થનાર ઘર્ષણ બતાવવામાં આવે છે. ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરનાર અન્વેશી જૈન ડીજીટલ પ્લેટફોર્મમાં ઘણી વેબ સીરિઝમાં જોવા મળી છે. તો ચિરાગ જાની પણ ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે.





ફિલ્મની સ્ટોરી સંજય પ્રજાપતિએ લખી છે અને મૌલિક મહેતા તેમજ રુષિક પટેલનું મ્યુઝીક છે.
આશાદીપ સિને પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મને મહેન્દ્ર એચ. પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

gujarati film dhollywood news ahmedabad