આજે ઓપન થાય છે નવું નાટક છતે પૈસે ઠન ઠન ગોપાલ

17 March, 2019 10:32 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે નવું નાટક છતે પૈસે ઠન ઠન ગોપાલ

ઠન ઠન ગોપાલના સેટ પરનું એક દ્રશ્ય

એમ. ડી. પ્રોડક્શન નિર્મિત, પ્રયાગ દવે લિખિત અને વિપુલ વિઠલાણી ડિરેક્ટેડ ‘છતે પૈસે ઠન ઠન ગોપાલ’ના મુખ્ય કલાકારો વિપુલ વિઠલાણી, મનીષા વોરા, ધ્રુવ બારોટ, શૈલજા શુક્લા, આકાશ સેજપાલ અને પૂજા છે. નાટકની વાર્તા પારિવારિક પ્રfનો રજૂ કરે છે, પણ એ આખી વાતને હાસ્યસભર રીતે રજૂ કરવામાં આવી છે. નાટકના ડિરેક્ટર વિપુલ વિઠલાણી કહે છે, ‘માણસની પૈસાની ભૂખ ક્યારેય પૂરી થતી નથી. પૈસો એકમાત્ર એવી સંપત્તિ છે જે મેળવવાની લાલસા પણ ક્યારેય મરતી નથી, પણ પૈસા પાછળની દોટ ક્યાંય તમને ખોટી દિશા ન આપી દે એ પણ જોવું જોઈએ. આ જ વાત અમે નાટકમાં કહી છે.’

ચંદ્રકાન્ત વ્યાસ મુંબઈમાં સબર્બમાં રહે છે. તેમને રમકડાંનો બિઝનેસ છે અને વારસામાં રહેવા માટે ઘર મળ્યું છે, પણ ચંદ્રકાન્ત વ્યાસ અને તેમને કારણે જ ફૅમિલીને એવું સતત લાગ્યા કરે છે કે તેમના દાદાએ ધાયુંર્ હોત તો મોટો વારસો આપી શક્યા હોત પણ એ તેમણે આપ્યો નથી. અછતની આ પીડા સાથે વ્યાસ પોતાની ફૅમિલી સાથે રહે છે અને એવામાં દીકરીનાં લગ્ન નક્કી થાય છે. ઘરે લગ્ન આવ્યાં છે એટલે ચંદ્રકાન્તભાઈ નક્કી કરે છે કે આખું ઘર રિપેર કરાવવું પણ આ રિપેરિંગ દરમ્યાન એક નાનકડો ચમત્કાર થાય છે અને એ ચમત્કાર વ્યાસ સહિત આખા પરિવારની આંખોમાં ચમક આવી જાય છે. બને છે એવું કે તેમને ખજાનો મળે છે પણ અહીંથી જ આખી વાત ફંટાય છે. મળેલો ખજાનો શું આપે છે અને પરિવારમાંથી શું લઈ જાય છે એ વાત એટલે ‘છતે પૈસે ઠન ઠન ગોપાલ’. નાટકના લેખક પ્રયાગ દવે કહે છે, ‘આ એક એવી પરિસ્થિતિ છે જે ઑલમોસ્ટ દરેક ફૅમિલી જોઈ ચૂકી હોય એટલે ઑડિયન્સને એવું જ લાગશે કે આ તેમના ઘરની જ વાત છે.’

આ પણ વાંચોઃ અમદાવાદમાં આજે ભજવાશે નાટક 'Babes in the woods', આ કારણે નાટક છે ખાસ

‘છતે પૈસે ઠન ઠન ગોપાલ’નો શુભારંભ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarat news