મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મોની બોલબાલા

03 August, 2022 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષની એડિશનમાં ઘણી ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે

છેલ્લો શો

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં આ વર્ષે ગુજરાતી ફિલ્મોની બોલબાલા જોવા મળશે. આ વર્ષની એડિશનમાં ઘણી ગુજરાતી ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. પેન નલિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘છેલ્લો શો’નું સ્ક્રીનિંગ ત્યાં દેખાડવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી બાળકોની છે જેમને ફિલ્મ જોવાની ઇચ્છા હોય છે અને ત્યાર બાદ તેઓ જ પોતાની ફિલ્મ બનાવવા માગતાં હોય છે. મનીષ સૈની દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ગાંધી ઍન્ડ કંપની’નું પણ અહીં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બે તોફાની બાળકોની સ્ટોરી કરવામાં આવી છે જેઓ મહાત્મા ગાંધીના વિચારોને રજૂ કરતાં હોય છે અને એમાંથી કૉમેડી ઊભી થાય છે. આ સાથે જ હિમાદ્રી પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘અભરખા’નું પણ સ્ક્રીનિંગ કરવામાં આવશે. વિજયગિરિ બાવાની ‘૨૧મું ટિફિન’નું પણ ત્યાં સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ફેસ્ટિવલ બારથી વીસ ઑગસ્ટ સુધી મેલબર્નમાં યોજાશે, જેમાં ૨૩ ભાષાની સો જેટલી ફિલ્મો દેખાડવામાં આવશે.

entertainment news dhollywood news international indian film academy gujarati film