કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાયું લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતેનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

15 May, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કાન માર્કેટ સ્ક્રીનિંગ’માં પ્રીમિયર થનારી અને ૧૦૦ કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં (ડાબેથી) ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના ડિરેક્ટર અંકિત સખિયા, પ્રોડ્યુસર માનસી પારેખ અને પૉડકાસ્ટર જય થડેશ્વર

ફ્રાન્સમાં યોજાઈ રહેલા પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી સિનેમાએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. અહીં ઍક્ટ્રેસ અને પ્રોડ્યુસર માનસી પારેખ પોતાની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના સ્ક્રીનિંગ માટે ફ્રાન્સ પહોંચી છે. આ ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલના મહત્ત્વના આયોજન ‘કાન માર્કેટ સ્ક્રીનિંગ’માં પ્રીમિયર થનારી અને ૧૦૦ કરોડથી વધુ કમાણી કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે. આ વૈશ્વિક મંચ પર માનસી પારેખ સાથે ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા તેમ જ પૉડકાસ્ટર જય થડેશ્વર જોવા મળ્યા હતા. જયે કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી-પ્રોડ્યુસર માનસી પારેખ અને અંકિત સખિયાની ફિલ્મ ‘લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે’ ની ટીમને સપોર્ટ કરવા અને પ્રાદેશિક સિનેમાના વૈશ્વિક પ્રમોશન માટે હાજરી આપી હતી.

film lalo manasi parekh parthiv gohil gujarati film cannes film festival entertainment news dhollywood news