ગુજરાતી ફિલ્મ `છેલ્લો શૉ` કશ્મીર ફાઇલ્સ અને RRRને પાછળ મૂકીને ઑસ્કર માટે નૉમિનેટ

21 September, 2022 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ લિસ્ટમાં RRR, ધ કશ્મીર ફાઈલ્સ અને અન્ય ઘણી ફિલ્મોની ચર્ચા હતી પણ હવે ભારત સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતી ફિલ્મ `છેલ્લો શૉ` (Chhello Show) આ વર્ષે ભારત તરફથી ઑસ્કર એવૉર્ડ્સ 2023 માટેની ઑફિશિયલ એન્ટ્રી હશે.

ફાઈલ તસવીર

છેલ્લા ઘણાં સમયથી આ વાત પર ચર્ચા ચાલતી હતી કે વર્ષ 2022માં ભારત તરફથી વિદેશી ભાષાની કેટેગરીમં બેસ્ટ ફિલ્મ (Best Film For other language) માટે કઈ ફિલ્મનું ઑફિશિયલ નૉમિનેશન (Official Nomination for Oscars) થવાનું છે. આ લિસ્ટમાં RRR, ધ કશ્મીર ફાઈલ્સ અને અન્ય ઘણી ફિલ્મોની ચર્ચા હતી પણ હવે ભારત સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતી ફિલ્મ `છેલ્લો શૉ` (Chhello Show) આ વર્ષે ભારત તરફથી ઑસ્કર એવૉર્ડ્સ 2023 માટેની ઑફિશિયલ એન્ટ્રી હશે.

ઘણાં થયા છે વખાણ

ગુજરાતી ફિલ્મ `છેલ્લો શૉ`નું ડિરેક્શન પાન નલિને કર્યું છે. આ ફિલ્મમાં બાવિન રાબરી, ભાવેશ શ્રીમાળી, ઋચા મીણા, દીપેન રાવન અને પરેશ મેહતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ પહેલી વાર 2021માં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. ત્યાર બાદ ફિલ્મને અનેક જુદાં-જુદાં એવૉર્ડ ફંકશનમાં બતાવવામાં આવી છે જ્યાંથી આ ફિલ્મ ખૂબ જ વખણાઈ છે.

શું છે ફિલ્મની સ્ટોરી?

`છેલ્લો શૉ` એક એવા બાળક `સમય`ની સ્ટોરી છે જે સૌરાષ્ટ્રનો રહેવાસી છે. તેના પિતા ગુજરાતના એક રેલવે સ્ટેશન પર ચાય વેચે છે. એક દિવસ સમય એકાએક સિનેમાઘરના પ્રૉજેક્શન રૂમમાં પહોંચી જાય છે અને ઘણી બધી ફિલ્મો જુએ છે. સમયને તે સમયે સિનેમા વિશે કોઈ જ માહિતી હોતી નથી પણ તેનું પોતાનું જીવન એક સિનેમા છે. આ ફિલ્મની સ્ટોરી આ સમયની આસપાસ જ વણાયેલી છે.

આ પણ વાંચો : રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શોને પ્રસ્તુત કરશે

આ ફિલ્મની કોઈને પણ નહોતી આશા

પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની સુપરહિટ ફિલ્મ રહી ચૂકેલી RRR અથવા `દ કશ્મીર ફાઈલ્સ`ને ઑસ્કર એવૉર્ડ્સમાં મોકલવામાં આવી શકે છે પણ હવે `છેલ્લો શૉ` બાદ આ ફિલ્મો માટે કોઈ આશા નથી. આ બન્ને ફિલ્મો માટે સોશિયલ મીડિયા પર પણ ઘણાં કેમ્પેઇન્સ ચલાવવામાં આવતા હતા.

gujarati film dhollywood news entertainment news oscars