આજે ઓપન થાય છે નવું નાટક વીણાબેન વાઇરલ થયા

24 March, 2019 10:22 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે નવું નાટક વીણાબેન વાઇરલ થયા

વીણાબેન વાઈરલ થયાની ટીમ

પ્રણવ ત્રિપાઠી નિર્મિત, સાકાર ક્રીએશન્સનું ‘વીણાબેન વાઇરલ થયા’ના લેખક દીપ પટેલ છે અને દિગ્દર્શન પાર્થ દેસાઈનું છે. નાટકના મુખ્ય કલાકારોમાં દીશા સાવલા-ઉપાધ્યાય, ભરત ઠક્કર, પરાગ દેસાઈ, અજિંક્ય સંપટ, હાર્દિક ચૌહાણ અને સિમરન અરોરા છે. નાટકની વાર્તાના કેન્દ્રમાં એ મોબાઇલ ફોન છે જે આજની દરેક મમ્મીઓનો માથાનો દુખાવો બની ગયો છે. પ્રોડ્યુસર પ્રણવ ત્રિપાઠી કહે છે, ‘મોબાઇલના કારણે આજે એક પણ ઘરમાં શાંતિ નથી રહી. આ શાંતિ પાછી લાવવા માટે એક હાઉસવાઇફ શું કરી શકે એની વાત વીણાબેને અસરકારક રીતે કરી છે.’

વીણાબહેન હાઉસવાઇફ છે. પોતાના હસબન્ડ અને દીકરા આર્યન સાથે તે રહે છે, પણ દીકરો આખો દિવસ મોબાઇલ પર મચેલો રહે છે અને એમાં પણ જ્યારથી મોબાઇલમાં પબ જી આવી છે ત્યારથી તો તે આખો દિવસ ગેમ સાથે જ ચોંટેલો રહે છે. વીણાબહેન તેના પર કચકચ કયાર઼્ કરે છે, પણ મા છે એ તો બોલ્યા કરે એવું ધારીને દીકરો પણ માની વાત પર ધ્યાન નથી આપતો. એવામાં એક દિવસ દીકરો ગેમ રમવામાં બિઝી છે અને એક એવી ઘટના બને છે કે વીણાબહેનનું જીવન આખું હચમચી જાય છે. આ ઘટનાને લીધે વીણાબહેન નક્કી કરે છે કે મોબાઇલ નામના આ દૂષણ સામે મેદાને પડવું અને જે કામ કોઈ નથી કરતું એ કામ વીણાબહેન કરે છે. મોબાઇલના ઉપયોગ પર બૅન મૂકવાની માગણી સાથે વીણાબહેન પીઆઇએેલ ફાઇલ કરે છે. શું આ પ્રકારની પીઆઇએેલથી ખરેખર કૉમન મૅનની લાઇફમાં કોઈ ફરક પડે ખરો? આ પ્રકારની જાહેર હિતની અરજી ખરા અર્થમાં લોકોનું હિત જાળવતી હોય છે ખરી? આર્યન સાથે એવું તે શું બન્યું હતું કે વીણાબહેન આવડી મોટી મોબાઇલ ઇન્ડસ્ટ્રી સામે મેદાનમાં પડે છે? નાટકના ડિરેક્ટર પાર્થ દેસાઈ કહે છે, ‘આ અને આવા અનેક સવાલોનો જવાબ અને એ જવાબ સાથે ઑડિયન્સના મનમાં પણ અનેક પ્રfન ઊભા કરી દેવાનું કામ ‘વીણાબહેન વાઇરલ થયા’ નાટક કરે છે.’

આ પણ વાંચોઃ કાચિંડોઃ પહેલી ગુજરાતી ફિલ્મ જે પેરિસમાં શૂટ થઈ, આવું છે ટ્રેલર

નાટકનો શુભારંભ આજે સાંજે સાડાસાત વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે.

gujarat news