આજે ઓપન થાય છે કરસનદાસ કોમેડીવાળા

10 November, 2019 09:40 AM IST  |  Mumbai

આજે ઓપન થાય છે કરસનદાસ કોમેડીવાળા

આજે ઓપન થાય છે કરસનદાસ કોમેડીવાળા

નિર્માતા આસિફ પટેલ, લેખક ઇમ્તિયાઝ પટેલ અને દિગ્દર્શક અનુરાગ પ્રપન્નનું નવું નાટક ‘કરસનદાસ કોમેડીવાળા’ના મુખ્ય કલાકારો આશિષ ભટ્ટ, જયદીપ શાહ, પ્રથમ ભટ્ટ, પિંકી જૈન, પ્રદીપ લિમ્બાચિયા, નિતેશ રાવલ, અભિજિત ચિત્રે, કમલેશ પરમાર અને શકુંત જોષીપુરા છે. નાટકની વાર્તા એક એવા પિતાની છે જેણે ક્યારેય કોઈ વાતને ગંભીરતાથી લીધી નથી અને હંમેશાં તમામ પ્રશ્નોનો હસતા મોઢ જ સામનો કર્યો છે. નામ તેમનું કરસનદાસ.
કરસનદાસને ક્યારેય કોઈ મુશ્કેલી કે તકલીફનો ભાર લાગ્યો નથી. કોઈ પણ સંકટ આવે તે હંમેશાં હસતા મોઢે જ હોય અને સૌકોઈને હસાવતા પણ હોય. જોકે એક વખત એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે કરસનદાસની બોલતી બંધ થઈ જાય છે. બને છે એવું કે કરસનદાસના દીકરા અમિષને ધંધામાં બહુ મોટી નુકસાની થાય છે અને તે નાદાર થઈ જાય છે, પાયમાલ થઈ જાય છે.

આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

હવે આખી વાત કરસનદાસ સામે આવે છે. લેણિયાતોનો ઢગલો છે અને દેણિયાતનો કોઈ પત્તો નથી. આવા સમયે હવે કરવું શું? કરસનદાસ કમર કસે છે અને હસતા મોઢે તે આવેલી આફતને પણ હાથમાં લે છે. નાટકના દિગ્દર્શક અનુરાગ પ્રપન્ન કહે છે, ‘કરસનદાસ કેવી રીતે આ પ્રશ્નને હાથમાં લે છે અને એનું કેવી રીતે નિરાકરણ લાવે છે એ સ્ટેજ પર જોવાની જ મજા આવશે. અસામાન્ય કે અશક્ય લાગતી વાતને સહજ ભાવ સાથે કેવી સરળ બનાવી શકાય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘કરસનદાસ કોમેડીવાળા’ છે.’‘કરસનદાસ કોમેડીવાળા’નો શુભારંભ આજે રાતે સાડાસાત વાગ્યે ભવન્સ ઑડિટોરિયમથી થશે.

gujarati film gujarat