આ ગુજરાતી દિગ્દર્શકને યૂકેમાં મળ્યું ખાસ બહુમાન, સંસદમાં આપશે હાજરી

11 November, 2019 08:28 PM IST  |  Mumbai

આ ગુજરાતી દિગ્દર્શકને યૂકેમાં મળ્યું ખાસ બહુમાન, સંસદમાં આપશે હાજરી

ધર્મેશ મહેતા

મૂળ ગુજરાતી એવા ધર્મેશ મહેતાને લંડનના હૅરૉ વેસ્ટના સાંસદ ગરેથ થોમસે ખાસ સંસદમાં રહેવાનું આમંત્રણ પાઠવ્યું છે. ધર્મેશ મહેતાને લંડનના હાઉસ ઑફ કોમન્સથી ખાસ પત્ર આવ્યો છે. જેમાં તેમને આવેલા હાઉસ ઑફ કોમન્સ અને હાઉસ ઑફ લોર્ડ્સની મુલાકાત લેવાનું ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ડિસેમ્બરમાં હાઉસ ઑફ કોમન્સ અને હાઉસ ઑફ લોર્ડ્સની મુલાકાત લેશે
ધર્મેશ મહેતાએ GujaratiMidday.com સાથે વાત કરતા જણાવ્યું કે તે આ સન્માન બદલ સાંસદ ગરેથ થોમસનો આભાર માને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે વર્ષના અંતમાં એટલે ડિસેમ્બરમાં તે લંડન જશે અને ત્યા હાઉસ ઑફ કોમન્સ અને હાઉસ ઑફ લોર્ડ્સની મુલાકાત લેશે.

ધર્મેશ મહેતા ખાસ પત્ર લખીને આ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ધર્મેશ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દિગ્દર્શન કરીને જાણીતા બન્યા હતા. જે બાદ તેમણે ગુજરાતી ફિલ્મ પપ્પા તેમને નહીં સમજાય કરી હતી. તાજેતરમાં જ તેમની ફિલ્મ ચીલઝડપ આવી હતી. જેમાં સુશાંત સિંહ રાજપૂત તેમજ જીમિત ત્રિવેદી જેવા કલાકારો હતા. ફિલ્મને વખાણવામાં આવી હતી.

આ પણ જુઓઃ ગુજરાતની ફિલ્મ 'હું મારી વાઈફ ને એનો હસબન્ડ'નું લંડનમાં શરૂ થયું શૂટિંગ..

હાલ ધર્મેશ મહેતા તેમની આગામી ફિલ્મ હું મારી વાઈફ ને એનો હસબન્ડ પર કામ કરી રહ્યા છે. જેનું યૂકેમાં શૂટિંગ થયું. ફિલ્મથી અભિનેતા વત્સલ શેઠ ડેબ્યૂ કરી રહ્યા છે. સાથે ઈશા કંસારા, જોની લીવર, વ્રજેશ હિરજી પણ જોવા મળશે. ફિલ્મની કાસ્ટને જોતા ફિલ્મને લઈને ઉત્સુકતા વધી ગઈ છે.

london dhollywood news gujarati film