'રેવા', 'વેન્ટિલેટર' અને 'ઢ' નેશનલ લેવલના અવૉર્ડ માટે થઈ નોમિનેટ

10 April, 2019 05:45 PM IST  |  મુંબઈ

'રેવા', 'વેન્ટિલેટર' અને 'ઢ' નેશનલ લેવલના અવૉર્ડ માટે થઈ નોમિનેટ

ગુજરાતી ફિલ્મ ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ માટે થઈ નોમિનેટ

ગુજરાતી ફિલ્મો હવે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે. ઢ જેવી ફિલ્મો નેશનલ અવૉર્ડ મેળવી રહી છે. ત્યારે ઢ, રેવા અને વેન્ટિલેટર ફિલ્મ હવે પહેલા નેશનલ લેવલના ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ માટે પંસદ થઈ છે.


આજે આ અવૉર્ડ માટે પસંદગી પામેલી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટીવી, મીડિયા, રેડિયો અને ટ્વિટર સાથે જોડાયેલા લગભગ 32 લાખથી વધુ લોકોની પસંદ જાણીને  8 અલગ અલગ ભાષામાં ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ આપવામાં આવશે. અવૉર્ડ વિશે વધુ માહિતી આપતા FCGના ચેરમેન અનુપમા ચોપરાએ કહ્યું કે, "અમે ઈચ્છીએ છે કે આ અવૉર્ડ ભારતીય ફિલ્મોની ગુણવત્તા સુધારવા માટે માપદંડ બને."

'ઢ' ને મળ્યો હતો નેશનલ અવૉર્ડ

ઢ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મ ઈન ગુજરાતીનો  નેશનલ અવૉર્ડ પણ મળી ચુક્યો છે. સાથે જ આ ફિલ્મને ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, યૂકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ અવૉર્ડ મળ્યા છે. આજની શિક્ષણવ્યવસ્થા પર આ ફિલ્મ બની છે. જેને અનેક લોકોએ વખાણી છે.

ધ્રુવ ભટ્ટની નવલકથા પરથી બની છે રેવા

નર્મદા કિનારે શૂટ થયેલી ફિલ્મ રેવા ધ્રુવ ભટ્ટની નવલકથા પર આધારિત છે. જેના દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનીત કનોજીયા છે. ફિલ્મમાં ચેતના ધાનાણી, મોનલ ગજ્જર, અભિનય બેંકર, દયાશંકર પાંડે જેવા કલાકારો છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે.

મરાઠી ફિલ્મની રીમેક છે વેન્ટિલેટર

ગુજરાતી ફિલ્મ વેન્ટિલેટર મરાઠી ફિલ્મ વેન્ટિલેટર પરથી બનાવવામાં આવી છે. જેમાં જેકી શ્રોફ અને પ્રતિક ગાંધી લીડ રોલમાં હતા. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો પર આધારિત છે.

આ પણ વાંચોઃ જુઓ શું કરી રહ્યા છે 'છેલ્લો દિવસ'ના આ કલાકારો

gujarat