જાતિવાદનો ભેદભાવ સમાજમાં ઘર કરી ગયો છે : પ્રતીક ગાંધી

25 January, 2022 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું એટલું જ ચાહું છું કે જેમ બને એમ એમાંથી બહાર નીકળી જઈએ. એ વિશે સ્ટોરીને ખૂબ સરસ રીતે સ્ક્રીનપ્લેમાં ઉતારવામાં આવ્યું છે. તિગ્માંશુ ધુલિયા વસ્તુસ્થિતિને ખૂબ સારી રીતે સમજે છે.

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીનું કહેવું છે કે સમાજમાં જાતિવાદનો ભેદભાવ ખૂબ ઊંડે સુધી પ્રસરી ગયો છે. તે તિગ્માંશુ ધુલિયાનો વેબ-શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’માં જોવા મળવાનો છે. આ શોમાં ઊંચ-નીચના ભેદભાવ પર પ્રકાશ પાડવામાં આવશે. જાતિનો ભેદભાવ લોકો પર કેવી માઠી અસર પાડે છે એ વિશે જણાવવામાં આવશે. જાતિના અંતર વિશે પ્રતીકે કહ્યું કે ‘જાતિવાદ આપણા સમાજમાં દરેક રીતે ઊંડાણમાં ઊતરી ગયો છે. એ કેટલું ખોટું છે એ કહેવું પણ અઘરું છે. આપણી રોજબરોજની ચર્ચા, કામની જે પ્રકારે વહેંચણી કરવામાં આવે છે, આપણી અટક દરેકમાં કાસ્ટ સિસ્ટમ સમાયેલી છે. ભારતીય સમાજમાં જાતિવાદ દરેક મુદ્દામાં સમાયેલો છે. એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દરેક ઠેકાણે છે. આ એક સૌથી મોટો રાક્ષસ છે જેનો આપણે સામનો કરવાનો છે. આખી સિસ્ટમ અને પ્રણાલી એવી રીતે ગોઠવવામાં આવી છે કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. હું એટલું જ ચાહું છું કે જેમ બને એમ એમાંથી બહાર નીકળી જઈએ. એ વિશે સ્ટોરીને ખૂબ સરસ રીતે સ્ક્રીનપ્લેમાં ઉતારવામાં આવ્યું છે. તિગ્માંશુ ધુલિયા વસ્તુસ્થિતિને ખૂબ સારી રીતે સમજે છે. તમને સ્ટોરીની દરેક ઝીણી વસ્તુ પણ ખૂબ પસંદ આવશે.’

Pratik Gandhi gujarati film dhollywood news entertainment news