ધૂનકીનું નવું ગીત નઝમ નવી રિલીઝ, જુઓ જિગરાનો નવો અંદાજ

25 July, 2019 01:19 PM IST  |  અમદાવાદ

ધૂનકીનું નવું ગીત નઝમ નવી રિલીઝ, જુઓ જિગરાનો નવો અંદાજ

ગુજરાતી ફિલ્મ ધૂનકી શુક્રવારે રિલીઝ થઈ રહી છે, ત્યારે ફિલ્મ રિલીઝ થવાના આગલા દિવસે ફિલ્મનું નવું ગીત નઝમ નવી રિલીઝ થયું છે. ગુજરાતી રોકસ્ટાર જિગરદાન ગઢવીએ ગાયેલું આ ગીત યુટ્યુબ પર રિલીઝ કરાયું છે. આ ગીત ફોરેન લોકેશન્સ પર શૂટ થયું છે.

ગીતના શબ્દો ગુજરાતી ફિલ્મોમાં સંખ્યાબંધ હિટ સોંગ્સ આપી ચૂકેલા નિરેન ભટ્ટે લખ્યા છે. અને ફરી એકવાર નિરેન ભટ્ટના લિરીક્સ કમાલના છે. નઝમ નવી ગીતને સિદ્ધાર્થ ભાવસારે કમ્પોઝ કર્યું છે. અને જિગરદાન ગઢવીએ ગાયું છે.

અહીં જુઓ ગીત

ફિલ્મના ટ્રેલરમાં બે કપલ અને ચાર વ્યક્તિઓની સ્ટોરી છે. જે ચારેય વ્યક્તિઓને અલગ અલગ વસ્તુ કે પેશનની ધૂનની છે. ટ્રેલર જોઈને અંદાજ આવે છે કે પ્રતીક ગાંધીને શૅફ બનવું છે, તેને રસોઈ બનાવવાનો શોખ છે, તો દીક્ષા જોશીને જીવનમાં કંઈક કરી બતાવવું છે, આગળ વધવું છે, સફળ થવું છે. બંને પોત પોતાની ધૂન માટે ભેગા થાય છે. અને સ્ટાર્ટ અપ શરૂ કરે છે. આ સ્ટાર્ટઅપથી સફળતા સુધી પહોંચવા દરમિયાન જીવન અને વ્યવસાયના મોરચે જે સંઘર્ષ થાય છે તેની સ્ટોરી છે ધૂનકી. જો કે આ સ્ટાર્ટ અપનું પરિણામ શું આવે છે, તે જોવા માટે તો ફિલ્મની જ રાહ જોવી પડશે.

આ ફિલ્મમાં પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીના પાત્રો વચ્ચે જુદા પ્રકારનો સંબંધ છે. બંને વચ્ચે કંઈક કોમન છે, જેના કારણે બંને ભેગા થાય છે. જો કે આ ફિલ્મ વિશે વધુ માહિતી માટે તો ટીઝર અને ટ્રેલરની જ રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ Sanjay Chhel:દ્વારકામાં જન્મેલા આ રાઈટરની બોલીવુડમાં છે બોલબાલા

પ્રતીક ગાંધી હાલમાં જ તેની છેલ્લી ફિલ્મ વેન્ટિલેટરમાં જોવા મળ્યો હતો જ્યારે દીક્ષા જોશી મલ્હાર ઠાકર સાથે શરતો લાગુમાં જોવા મળી હતી. બે યારથી કરિઅરની શરૂઆત કરનાર પ્રતીક ગાંધી બોલીવુડ ફિલ્મ લવયાત્રીમાં પણ જોવા મળ્યો હતો. દીક્ષા જોશીની આ પાંચમી ફિલ્મ છે. દીક્ષાએ તેના કરિઅરની શરૂઆત શુભ આરંભથી કરી હતી.

gujarati film Pratik Gandhi Deeksha Joshi