Exclusive: ગુજરાતી ફિલ્મ 'મિશન લંડન'ની ક્યારેય ન જોયેલી તસવીરો

08 May, 2020 04:18 PM IST  |  Mumbai | Rachana Joshi

Exclusive: ગુજરાતી ફિલ્મ 'મિશન લંડન'ની ક્યારેય ન જોયેલી તસવીરો

ફિલ્મ 'મિશન લંડન'ના સેટ પરની તસવીરો

કોરોના વાયરસ (COVID-19)ને કારણે આખા વિશ્વનું કામકાજ ઠપ છે. ત્યારે ભારતમાં પણ એ જ પરિસ્થિતિ છે. ભારતમાં માર્ચ મહિનાના મધ્યમાં દેશવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું લગભગ તેના એક અઠવાડિયા પહેલા જ બધી ફિલ્મો અને સિરિયલોના શુટિંગ પણ અટકાવી દેવામાં આવ્યા હતા. અટકી ગયેલ ફિલ્મોના શૂટિંગના લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ 'મિશન લંડન'નો પણ સમાવેશ થાય છે.

ડાયરેક્ટર પ્રિતેશ પટેલ અને જેકી પટેલની ફિલ્મ 'મિશન લંડન'નું પણ લૉકડાઉનને લીધે શુટિંગ અટકી ગયું છે. પરંતુ લૉકડાઉન પહેલા થઈ રહેલા શૂટિંગના બિહાઈન્ડ ધ સીનની એક્સક્લયુસિવ તસવીરો ગુજરાતી મિડડે.કૉમ પાસે છે. જે અમે તમને દેખાડીશું અને ફિલ્મની કેટલીક વાતો પણ જણાવીશું.

ફિલ્મ 'મિશન લંડન'ને પ્રિતેશ પટેલ અને જેકી પટેલ ડાયરેક્ટ કરી રહ્યાં છે અને ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં ખુશી શાહ, મેહુલ બુચ, અલ્પના બુચ અને મુનિ જા છે. આ તસવીરો લૉકડાઉન પહેલા અમદાવાદથી 20 કિમી દુર એક જગ્યાએ શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારની છે.

ફિલ્મની મુખ્ય અભિનેત્રી ખુશી શાહ

આ ફિલ્મ બે ભાષામાં બની રહી છે. ગુજરાતીમાં ફિલ્મનું નામ છે 'મિશન લંડન' અને હિન્દીમાં ફિલ્મનું નામ 'ફુલસ્ટોપ' છે. ફિલ્મના અડધા ભાગનું શૂટિંગ જે અમદાવાદમાં થવાનું હતું તે પુરૂ થઈ ગયું છે. જ્યારે અડધા ભાગનું શૂટિંગ એપ્રિલ મહિનામાં લંડનમાં થવાનું હતું. પરંતુ કોરોના વાયરસને કારણે તે અટકી પડયું છે.

ખુશી શાહ અભિનેત્રી અલ્પના બુચ સાથે

ખુશી શાહ, અલ્પના બુચ, મેહુલ બુચ અને મુનિ જા સિવાય ફિલ્મમાં કજોલ જોશી, સૌરભ બારોટ, દામિનિ દવે, વનરાજ સિંઘ સિસોદિયા અને રચના મિસ્ત્રી પણ છે.

ખુશી શાહ અભિનેતા મેહુલ બુચ સાથે

હજી તો ફિલ્મનું 12 દિવસનું શૂટિંગ બાકી છે. ફિલ્મના ગીતોનું પણ શૂટિંગ બાકી જ છે. લૉકડાઉન બાદ ફિલ્મોનું શૂટિંગ શરૂ થાય અને ફરી પ્રેક્ષકો થિયેટરમાં જોઈ શકે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

entertainment news dhollywood news gujarati mid-day gujarati film upcoming movie