શરૂ થયું 'ચાસણી'નું 'ચકડોળ', ફિલ્મનું ગરબા એન્થમ થયું રિલીઝ

26 June, 2019 04:39 PM IST  |  અમદાવાદ

શરૂ થયું 'ચાસણી'નું 'ચકડોળ', ફિલ્મનું ગરબા એન્થમ થયું રિલીઝ

મનોજ જોષી અને દિવ્યાંગ ઠક્કરની અપકમિંગ ફિલ્મ 'ચાસણી મીઠાશ જિંદગીની'નું પહેલું ગીત રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલર બાદ હવે પહેલું વીડિયો સોંગ યુ ટ્યુબ પર રિલીઝ કરી દેવાયું છે. મનોજ જોષી, દિવ્યાંગ ઠક્કર સ્ટારર આ ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો, ત્યારે ફિલ્મનું પહેલું ગીત પણ દર્શકોનો ઉત્સાહ વધારી રહ્યું છે. ફિલ્મનું પહેલું ગીત ગરબા એન્થમ છે. જે જાણીતા ગુજરાતી ગીત ચરરર ચરરર મારું ચકડોળ ચાલે પરથી ક્રિએટ કરાયું છે. કહી શકીએ કે આ સોંગને ફિલ્મમાં રિક્રિએટ કરવામાં આવ્યું છે.

આ વીડિયોમાં વર્સેટાઈલ એક્ટર મનોજ જોષી એક નવા જ અવતારમાં દેખાઈ રહ્યા છે. તો તેમની સાથે દિવ્યાંગ ઠક્કર, માયરા દોશી, સેજલ શાહ અને ઓજસ રાવલ પણ છે. ફિલ્મના આ સોંગમાં ગરબાની થીમ છે. જેમાં ગીત પર ગરબા કરીને બંને એક્ટર્સ પોતાના લેડી લવ માટે લવ રિએક્ટ કરી રહ્યા છે.

અહીં જુઓ ગીત

ચાસણી ફિલ્મનું 'ચકડોળ' ગીત જાણીતા ગુજરાતી સિંગર કિર્તીદાન ગઢવીએ ગાયું છે. ગીતના નવા લિરીક્સ મંથન જોષીએ લખ્યા છે. તો ગીતને પ્રશાંત સતોષેએ કમ્પોઝ કર્યું છે. આ ગીતને યુટ્યુબ પર સુકુલ શોબીઝની ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફરી એકવાર ગુજરાતી ફિલ્મના ગીતમાં કિર્તીદાન ગઢવી કમાલ કરી રહ્યા છે. તો સ્ક્રીન પર દિવ્યાંગ અને માયરાની જોડી ક્યુટ લાગી રહી છે. આ ઉપરાંત ઓજસ રાવલ પણ પોતાની છાપ છોડી રહ્યા છે.

આ પણ વાંચો ઃમાયરા દોશીઃસુપરક્યુટ છે આ 'ચાસણી' ગર્લ, ફોટોઝ પણ લાગશે વ્હાલા

ફિલ્મ ચાસણી 19 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં જાણીતા ગુજરાતી એક્ટર મનોજ જોષી અને સેજલ શાહ પતિ પત્નીના રોલમાં છે. તો બે યાર બાદ દિવ્યાંગ ઠક્કર લાંબા સમયે ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે. દિવ્યાંગ ઠક્કરની ઓપોઝિટ માયરા દોશી છે. આ ઉપરાંત ચાસણીમાં ઓજસ રાવ, આશિષ ભટ્ટ અને વૈદેહી ઉપાધ્યાય પણ દેખાશે. ફિલ્મને અભિન્ન અને મંથને ડિરેક્ટ કરી છે. સ્ટોરી અને સ્ક્રીન પ્લે વીર વશિષ્ઠે લખ્યા છે તો ફિલ્મના ડાઈલોગ્સ અને લિરીક્સ મંથન જોષીના છે. મ્યુઝિક પ્રશાંત સતોસેએ આપ્યું છે.

gujarati film entertaintment manoj joshi