એકદમ 'ચાસણી' જેવું મીઠું મીઠું છે ફિલ્મનું ટીઝર

17 June, 2019 08:26 PM IST  |  મુંબઈ

એકદમ 'ચાસણી' જેવું મીઠું મીઠું છે ફિલ્મનું ટીઝર

ફિલ્મ ચાસણીનું એક દ્રશ્ય

દિવ્યાંગ ઠક્કર અને મનોજ જોષીની અપકમિંગ ફિલ્મ ચાસણીનું ટીઝર રિલીઝ થઈ ચુક્યુ છે. બે દિવસ પહેલા ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરાયો હતો. હવે ફિલ્મનું ટીઝર યુટ્યુબ પર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મનું ટીઝર ફિલ્મના ટાઈટલ જેવું જ રસતરબોળ મસ્ત મીઠું મીઠું છે. ટીઝરમાં બે જુદા જુદા કપલની વાત કરવામાં આવી છે. બે જુદા જુદા એજ ગ્રુપના કપલની લાઈફનો પ્રેમ આ ટીઝરમાં દર્શાવાયો છે. ટીઝર જોતા લાગી રહ્યું છે કે ફિલ્મમાં જુદી જુદી ઉંમરના પડાવે પ્રેમની કેવી રીતે ઘટતો જાય છે, અને તેને કેવી રીતે જાળવી રાખવો તેની વાત કરાઈ હશે.

આ ફિલ્મમાં જાણીતા ગુજરાતી એક્ટર મનોજ જોષી અને સેજલ શાહ પતિ પત્નીના રોલમાં છે. તો બે યાર બાદ દિવ્યાંગ ઠક્કર લાંબા સમયે ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે. દિવ્યાંગ ઠક્કરની ઓપોઝિટ માયરા દોશી છે. આ ઉપરાંત ચાસણીમાં ઓજસ રાવ, આશિષ ભટ્ટ અને વૈદેહી ઉપાધ્યાય પણ દેખાશે. ફિલ્મને અભિન્ન અને મંથને ડિરેક્ટ કરી છે. સ્ટોરી અને સ્ક્રીન પ્લે વીર વશિષ્ઠે લખ્યા છે તો ફિલ્મના ડાઈલોગ્સ અને લિરીક્સ મંથન જોષીના છે. મ્યુઝિકક પ્રશાંત સતોસેએ આપ્યું છે.

દિવ્યાંગ ઠક્કર અને મનોજ જોષીની આ ફિલ્મ 19 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટીઝર ધમાકેદાર છે, રંગીન છે. જેમાં પ્રેમની સાથે સાથે બધો જ મસાલો છે. જો કે ટીઝરમાં કોઈ ટ્વિસ્ટ નથી દેખાઈ રહ્યું. ફિલ્મની વધુ માહિતી માટે હવે ટ્રેલરની રાહ જોવી પડશે. ટૂંક સમયમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થવાનું છે.

આ પણ વાંચોઃ 47 ધનસુખ ભવનઃ એકલામાં જોશો તો જરૂર ડરી જશો

દિવ્યાંગ ઠક્કર યશરાજ બેનરની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં લીડ રોલમાં બોલીવુડના સ્ટાર રણવીરસિંહ દેખાશે. ખુદ રણવીરસિંહે ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંગ સાથેનો વીડિયો પોસ્ટ કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. દિવ્યાંગ ઠક્કર અને રણવીરસિંહની આ અપકમિંગ ફિલ્મનું નામ જયેશભાઈ જોરદાર છે. જો કે રસપ્રદ વાત એ છે કે દિવ્યાંગ ઠક્કર અને રણવીરસિંહની આ ફિલ્મ પહેલા દિવ્યાંગ આ ગુજરાતી ફિલ્મમાં દેખાશે.

gujarati film manoj joshi entertaintment