Video:સાત સમુંદર પાર પણ છે આરોહીના ફૅન્સ, સેલ્ફી લેવા લાગી લાઈન

25 June, 2019 02:07 PM IST  |  કેનેડા

Video:સાત સમુંદર પાર પણ છે આરોહીના ફૅન્સ, સેલ્ફી લેવા લાગી લાઈન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિક્સી રહી છે, ત્યારે હવે ગુજરાતી એક્ટર્સની લોકપ્રિયતા પણ વધી રહી છે. ફક્ત ગુજરાત કે દેશમાં જ નહીં, આપણા ગુજરાતી સ્ટાર્સની લોકપ્રિયતા હવે સાત સમુંદર પાર જ પહોંચી છે. જી હાં, વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આપણા ગુજરાતી એક્ટર્સને મળવા અને તેમની સાથે ફોટો લેવા માટે પડાપડી કરી રહ્યા છે. અને આ વાત અમે એમનેમ નથી કહી રહ્યા, તેના પુરાવા રૂપી વીડિયો પણ અમારી પાસે છે.

જી હાં, કેનેડામાં એક કાર્યક્રમ દરમિયાન એક્ટ્રેસ આરોહી પટેલ સાથે ફોટો પડાવવા માટે લોકોએ રીતસર પડાપડી કરી. કેનેડાના બ્રામ્પટોનમાં ફૅન મીટનું આયોજન કરાયું હતું. જેમાં ભાગ લેવા માટે આરોહી પહોંચી હતી. આ કાર્યક્રમ દરમિયાન જ ફૅન્સે તેની સાથે ફોટો પડાવવા માટે લાઈન લગાવી દીધી. જી હાં, આરોહીએ આ ફેન મીટનો વીડિયો પોતાના ફેસબુક પેજ પર શૅર કર્યો છે, જેમાં સંખ્યાબંધ લોકો તેની સાથે ફોટો પડાવવા માટે તલપાપડ થતા અને સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. બાળકો લઈને વૃદ્ધો એમ તમામ ઉંમરના ફૅન્સ તેની સાથે ફોટો પડાવી રહ્યા છે.

આ રહ્યો વીડિયો

ઉલ્લેખનીય છે કે આરોહીની ત્રણ ગુજરાતી ફિલ્મો અત્યાર સુધી રિલીઝ થઈ ચૂકી છે. આરોહીએ પ્રેમજીટ- રાઈઝ ઓફ અ વોરિયરથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. જે બાદ તે ચાલ જીવી લઈએ અને લવની ભવાઈમાં પણ દેખાઈ ચૂકી છે. મલ્હાર ઠાકર અને પ્રતીક ગાંધી સાથેની લવની ભવાઈ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. તો યશ સોની સાથેની ચાલ જીવી લઈએને ક્રિટિક્સ અને દર્શકો બંનેએ વખાણી હતી. આ ફિલ્મો બાદ આરોહીના ફેન ફોલોઈંગમાં જબરજસ્ત વધારો થયો છે. આ ઉપરાંત આરોહી નોન આલ્કોહોલિક બ્રેક અપ નામની ગુજરાતી વેબસિરીઝ પણ કરી ચૂકી છે.

આ પણ વાંચોઃ મોન્ટુની બિટ્ટુઃટીઝરમાં નથી ફિલ્મનો એક પણ સીન, તોય આ કારણથી છે ખાસ

આરોહીની આગામી ફિલ્મોની તો તેની અપકમિંગ ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' છે, જેનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આરોહી ફરી પ્રેમજીની ટીમ સાથે કામ કરી રહી છે. વિજયગિરી બાવા ડિરેક્ટેડ આ ફિલ્મમાં આરોહીની સાથે મેહુલ સોલંકી અને મૌલિક નાયક છે. ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવા જઈ રહી છે.

gujarati film aarohi patel canada entertaintment