મોન્ટુની બિટ્ટુઃટીઝરમાં નથી ફિલ્મનો એક પણ સીન, તોય આ કારણથી છે ખાસ

Updated: Jun 25, 2019, 13:08 IST | અમદાવાદ

તો લાંબા ઈંતેજાર બાદ આખરે વિજયગિરી બાવાના અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. ઓગસ્ટમાં રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર એક જુદા જ અંદાજમાં બનાવાયું છે.

તો લાંબા ઈંતેજાર બાદ આખરે વિજયગિરી બાવાના અપકમિંગ ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. ઓગસ્ટમાં રિલીઝ થનારી આ ફિલ્મનું ટીઝર એક જુદા જ અંદાજમાં બનાવાયું છે. ફિલ્મના ટીઝરમાં ફિલ્મનું એક પણ દ્રશ્ય નથી. જી હાં, કદાચ આ પહેલું એવુ ટીઝર હશે, જેમાં આખી ફિલ્મનો એક પણ સીન નથી બતાવાયો, તોય આ ટીઝર ખાસ છે. 

અહી જુઓ ફિલ્મનું ટીઝર

આ ફિલ્મના ટીઝરમાં ફિલ્મનું શૂટ થયેલું એક પણ દ્રશ્ય નથી. પરંતુ તેના બદલે વોઈસ ઓવર અને ગ્રાફિક્સથી આખી વાત કહેવામાં આવી છે. કરસનદાસ પે એન્ડ યુઝ ફેમ હેમાંગ શાહના એન્ગલથી ટીઝરમાં આખી સ્ટોરી દર્શાવાઈ છે, જેના પરથી લાગી રહ્યું છે આ ફિલ્મ લવ ટ્રાયેંગલ હોઈ શકે છે. ટીઝર પ્રમાણે તો આ અમદાવાદના યુવાનોની વાત છે. જેમાં મોન્ટુ અને બિટ્ટુના સંબંધોની વાત છે. મોન્ટુને બિટ્ટુ ગમે છે. પણ બિટ્ટુનો મોન્ટુ નથી. અને આ બંને વચ્ચે કોઈ ત્રીજું પણ છે. જો કે એ કોણ છે એ જાણવા માટે તો આપણે કદાચ ટ્રેલર અને ફિલ્મની જ રાહ જોવી પડશે. આખા ટ્રેલરમાં તમને અમદાવાદી ભાષા એકદમ પોતીકી લાગશે.

'મોન્ટુની બિટ્ટુ' સાથે આરોહી ફરી પોતાની ડેબ્યુ ટીમ સાથે કામ કરી રહી છે. 'મોન્ટુની બિટ્ટુ'ને વિજયગિરી બાવા ડિરેક્ટ કરી છે. તો આરોહી સાથે લીડમાં મૌલિક જગદીશ નાયક અને પ્રેમજી ફેમ મેહુલ સોલંકી છે. સાથે જ આ ફિલ્મમાં હેપ્પી ભાવસાર, હેમાંગ શાહ, કૌશાંબી ભટ્ટ અને કિરણ જોશી પણ દેખાશે. તો આ જ ફિલ્મથી રામાનંદ સાગરની કૃષ્ણલીલા ફૅમ પિંકી પરીખ (રુક્મણિ) પણ લાંબા અરસા બાદ કમબેક કરી રહ્યા છે. આરોહીએ વિજયગિરી બાવાની જ ક્રિટિકલી એક્લેઈમ્ડ ફિલ્મ 'પ્રેમજીઃધ રાઈસ ઓફ વોરિયર'થી ડેબ્યુ કર્યો હતો.

આ પણ વાંચોઃ જુઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોરીઓના વેસ્ટર્ન અંદાજ

ફિલ્મમાં મોન્ટુ અને બિટ્ટુની સ્ટોરી છે. જેમાં બિટ્ટુ એક બેફિકરી યુવતી છે, જે આઈટી ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તો મોન્ટુ તેનો બાળપણનો મિત્ર છે. બંનેની ફ્રેન્ડશિપ બેસ્ટ ફ્રેન્ડ જેવી છે. બિટ્ટુનો પરિવાર તેના લગ્ન કરાવવા ઈચ્છે છે. પણ બિટ્ટુના જીવનમાં કોણ આવે છે ? બાળપણના મિત્ર મોન્ટુની શું લાગણી છે. તેની વાર્તા એટલે મોન્ટુની બિટ્ટુ.

 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK