ઓમ મંગલમ્ સિંગલમ્ : અમદાવાદના રસ્તાઓ પર આરોહીએ કર્યો ‘લટકો’

10 November, 2022 05:06 PM IST  |  Mumbai | Rachana Joshi

ફિલ્મના ગીતના લૉન્ચિંગ સમયે સ્ટાર કાસ્ટે ઑડિયન્સને આપી સરપ્રાઇઝ

‘લટકો’ના લૂકમાં આરોહી પટેલ

તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક મસ્તીભર્યા ગીતની લોકો બહુ વાહ-વાહ કરી રહ્યાં છે. તે ગીત છે ‘લટકો’(Latko), ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ (Aum Mangalam Singlem)નું. ગઈકાલે આ સોન્ગનું લૉન્ચ અનોખી રીતે કરવામાં આવ્યું હતું. ફિલ્મની મુખ્ય અભિનેત્રી આરોહી પટેલ (Aarohi Patel)એ અમદાવાદમાં લોકોની વચ્ચે ડાન્સ કરીને ગીત લૉન્ચ કર્યું હતું. જેના વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયા છે.

ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’માં મલ્હાર ઠાકર (Malhar Thakar), તત્સત મુનશી (Tatsat Munshi), ભામિની ઓઝા ગાંધી (Bhamini Oza Gandhi) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ગીત ‘લટકો’ ગઈ કાલે લૉન્ચ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલા અર્બન ચૉકમાં ફ્લેશ મૉબ દ્વારા ગીત લૉન્ચ કર્યું હતું. ત્યાં ઉપસ્થિત લોકોને કોઈ જ અપેક્ષા નહોતી કે ચૉકમાં આવું કંઈક થવાનું છે. એટલે લોકો એકદમ જ સ્તબ્ધ થઈ ગયા હતા અને ઉત્સાહિત પણ હતા. ફ્લેશ મૉબના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.

આ ફ્લેશ મૉબમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી આરોહી પટેલે ગ્રુપ સાથે ડાન્સ કર્યો હતો. તે સમયે ફિલ્મના મુખ્ય અભિનેતા મલ્હાર ઠાકર અને તત્સત મુનશી પણ ત્યાં હાજર હતા.

‘લટકો’ ગીતના શબ્દો નિરેન ભટ્ટના છે અને સંગીત સચિન-જીગરનું છે. તેમજ ‘લટકો’માં મધૂર અવાજ ભૂમિ ત્રિવેદીએ આપ્યો છે.

આ પણ જુઓ : તમે આરોહીના તો ફૅન છો જ…પણ આ તસવીરો જોઈને તેની મમ્મીના પણ થઈ જશો ફૅન

જણાવી દઈએ કે, ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું દિગ્દર્શન સંદીપ પટેલ (Sandeep Patel)એ કર્યું છે અને પ્રોડ્યુસ આરતી વ્યાસ પટેલ (Aarti Vyas Patel)એ કરી છે. ફિલ્મ ૧૮ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.

entertainment news dhollywood news upcoming movie gujarati film Malhar Thakar rachana joshi