જ્યારે અરિજીત સિંઘે ગાયા ડાકલાં અને અમદાવાદીઓ ઝુમી ઉઠ્યા, આ ગુજરાતી અભિનેતાએ કર્યું ડાકલાનું ઓપનિંગ

27 December, 2022 07:13 PM IST  |  Mumbai | Chirantana Bhatt

આ વર્ષે અરિજીત સિંઘના ‘એઝ નેવર બિફોર કોન્સર્ટટમાં લોકોને જે સરપ્રાઇઝ મળી તે એટલી ખાસ હતી કે ન પૂછો વાત. આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે અભિનેતા અને લેખક મૌલિક નાયક (Maulik Nayak) સાથે વાત કરી કારણકે આ સરપ્રાઇઝનો એક મોટો હિસ્સો મૌલિક નાયક પોતે પણ હતા

અરિજીત સિંઘ સાથે મૌલિક નાયક - તસવીર સૌજન્ય મૌલિક નાયક

આ વિકેન્ડમાં અમદાવાદીઓને જલસો પડી ગયો કારણકે જિપ્સી ઇવેન્ટે ફરી એકવાર અરિજીત સિંઘનો (Arijit Singh) શો અમદાવાદમાં યોજ્યો અને ગાયકીના સર્વેસર્વા અરિજીતે ફરી એકવાર લોકોના દિલ જીતા લીધા.જો કે ‘એઝ નેવર બિફોર’ની ટેગલાઇન સાથે થતા અરિજીતના શોની ખાસિયત રહી છે કે તે અચૂક કોઇ એક ગુજરાતી ગીત તો ગાય ગાય અને ગાય જ. સૌથી પહેલાં અરિજીતે પોતાના જ અવાજમાં ગુજરાતી ફિલ્મમાં ગાયેલું ગીત સતરંગી ગાયું તો બીજા કોન્સર્ટમાં તેણે વાલમ આવોને... ગાઇને લોકોને મોહી લીધા હતા.

પરંતુ આ વર્ષે અરિજીત સિંઘના ‘એઝ નેવર બિફોર કોન્સર્ટટમાં લોકોને જે સરપ્રાઇઝ મળી તે એટલી ખાસ હતી કે ન પૂછો વાત. આ અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે અભિનેતા અને લેખક મૌલિક નાયક (Maulik Nayak) સાથે વાત કરી કારણકે આ સરપ્રાઇઝનો એક મોટો હિસ્સો મૌલિક નાયક પોતે પણ હતા.

આ પણ વાંચોઃ Year Ender 2022 : ઢોલીવૂડની આ ફિલ્મોએ દર્શકોના દિલ પર છોડી છાપ, બૉક્સઑફિસ પર પણ કરી કમાલ

મૌલિક નાયકે પહેલાં તો આ ભવ્યાતિભવ્ય શોની ખાસિયત જણાવી અને કઇ રીતે અરિજીત સિંઘનો ગુજરાતમાં કોન્સર્ટ થાય છે તેની વાત માંડીને કરી. પછી તેમણે કહ્યું કે, “દર વખતની જેમ આ વખતે પણ લોકોને હતું કે અરિજીત ગુજરાતીમાં કંઇક તો ગાશે જ પણ તે ડાકલાં ગાશે તેવી કોઇને પણ કલ્પના નહોતી. બંદિશ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં સાત ડાકલા રિલીઝ થયા છે અને તેમાંથી 1,2,5, અને 7 સાથે હું લેખક અને ગાયક તરીકે સંકળાયેલો છું. ડાકલા શરૂ થાય તે પહેલાં માતાજીનું જે આહ્વાન કરાય છે તે હું મારા અવાજમાં ગાતો આવ્યો છું અને એ લોકોને એટલું બધું પસંદ છે કે ન પૂછો વાત.”. મૌલિકે વધુમાં જણાવ્યું કે, “બંદિશ પ્રોજેક્ટે એક પછી એક ડાકલા જ્યારથી રીલીઝ કર્યા છે ત્યારેથી લોકોને તે ખૂબ જ પસંદ છે અને હું પોતે જેટલી વાર કોઇ બીજી ફિલ્મના પ્રમોશન કે બીજા કોઇ કામથી મુંબઈ કે અમદાવાદ કે બીજે ક્યાંય પણ જાહેર કાર્યક્રમમાં જાઉં ત્યાં મારે તેનું ઓપનિંગ જે મેં લખ્યું અને ગાયું છે તે ગાવાનું આવ જ છે કારણકે પબ્લિકની ડિમાંડ જબરદસ્ત હોય છે. આ શો થવાનો હતો તે પહેલાં એક દિવસ અગાઉ મને ઓર્ગેનાઇઝરે કહ્યું કે આહ્વાન મારે ગાવાનું છે અને મારે માટે અરિજીત સિંઘ સાથે સ્ટેજ શેર કરવાની વાત એટલી જ મહત્વની કહેવાય.” જુઓ આ વીડિયો જેમાં મૌલિક નાયક અને અરિજીત સિંઘ ડાકલા ગાઇ રહ્યાં છે. આ પરફોર્મન્સ પછી આખા કોન્સર્ટની એનર્જી જાણે પુરે પુરી બદલાઇ ગઇ હતી.

મૌલિકે જણાવ્યું કે અરિજીતે એક જ દિવસમાં ડાકલા ગાવાની તૈયારી કરી અને સુપેરે ગાયું. બીજા ભાષાના ગાયક હોવા છતાં તેમના ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ હતા અને એમ લાગે જ નહીં કે આ ગણતરીના કલાકોમાં તૈયારી કરાઇ છે. અરિજીત જેમના કોન્સર્ટમાં ક્યારેય કોઇ તેમની સાથે સ્ટેજ શૅર નથી કરતું તેમણે આ એક પ્રસ્તુતી માટે મૌલિક નાયક સાથે સ્ટેજ પર પરફોર્મ કર્યું જે તેમના અને મૌલિકના તમામ ફેન્સમ મોટું અચરજ અને એક્સાઇટમેન્ટ રહ્યું. અરિજીત સિંઘે પણ કાર્યક્રમ બાદ જે થોડી ક્ષણો મળી તેમાં મૌલિક નાયકના ભારોભાર વખાણ કર્યા અને તેમની એનર્જી બહુ જ સરસ છે તેમ વાળી વાળી મૌલિક નાયકને જણાવ્યું.

આ આખો અનુભવ મૌલિક માટે ‘વન્સ ઇન અ લાઇફ ટાઇમ’ રહ્યો તેમ તેમણે મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું અને લોકોનો પ્રતિભાવ તેમના આ શબ્દોનો સચોટ પુરાવો છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

entertainment news bollywood news dhollywood news arijit singh ahmedabad indian music bollywood bollywood events