ગુજરાતી એક્શન થ્રિલર ફિલ્મ 'G'નું ટ્રેલર થયું રિલીઝ

28 November, 2019 12:46 PM IST  |  Mumbai

ગુજરાતી એક્શન થ્રિલર ફિલ્મ 'G'નું ટ્રેલર થયું રિલીઝ

G ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ

એક્શન ફિલ્મના ચાહકો માટે સારા સમાચાર છે. એક્શન પેક્ડ થ્રિલર ફિલ્મ Gનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. જેમાં ધમાકેદાર થ્રિલ અને એક્શન જોવા મળી રહી છે. 3 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મના ટ્રેલરે દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે.


ફિલ્મના પ્લોટની વાત કરીએ તો ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના ધંધાની આ કહાની છે. દારૂનો ધંધો જમાવીને બેઠેલા ગજરાજનો ખાતમો કરવા માટે એસીપી સમ્રાટ અને તેમની ટીમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે, તે આ ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે. એક્શન દ્રશ્યો ખૂબ જ સરસ છે અને ડાયલોગ્સ પણ. જુઓ તમે પણ ફિલ્મનું ટ્રેલર.

ફિલ્મની કાસ્ટ અને ક્રૂની વાત કરીએ તો આ ફિલ્મથી અલ્ટ બાલાજીની ગંદી બાદમાં જોવા મળેલી મોડેલ અન્વેષી જૈન ડેબ્યૂ કરી રહી છે. સાથે જ પ્રેમજી-ધ રાઈઝ ઑફ વૉરિયર ફેમ અભિમન્યુ સિંહ પણ જોવા મળશે. ચિરાગ જાની પણ ફિલ્મમાં મહત્વના પાત્રમાં છે.ફિલ્મ આશાદીપ સિને પ્રોડક્શનની છે જેને મહેન્દ્ર પટેલે ડાયરેક્ટ કરી છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોના સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની રિલીઝની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ જુઓઃ આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

gujarati film dhollywood news