મૃત વ્યક્તિની ગુજરાતી ફિલ્મ સમીક્ષક તરીકેની નિયુક્તિ પર ઉઠ્યા સવાલ

13 November, 2019 03:59 PM IST  |  Mumbai Desk

મૃત વ્યક્તિની ગુજરાતી ફિલ્મ સમીક્ષક તરીકેની નિયુક્તિ પર ઉઠ્યા સવાલ

Gujarati film critic : ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર તરફથી સબ્સિડી આપવામાં આવે છે. સરકારે આ માટે ચાર નવેમ્બરે ગુજરાત ચલચિત્ર પ્રોત્સાહન સમિતિ 2019ની જાહેરાત કરી છે. આ સમિતિમાં ગુજરાતી ફિલ્મ સમીક્ષકો તરીકે મૃત વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સૂચના તેમજ પ્રસારણ વિભાગની આ મોટી ભૂલ વિરુદ્ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આના પર પ્રશ્નો ઊભા કર્યા છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી ગુજરાતી ફિલ્મને સબ્સિડી આપવા માટે જે સમિતિ બનાવવામાં આવી છે. તે સમિતિના મૂલ્યાંકનના આધારેજ ફિલ્મોને સબ્સિડી આપવામાં આવે કે નહીં તેનો નિર્ણય લેવામાં આવે છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે આ સમિતિમાં જે લોકોની નિયુક્તિ કરવામાં આવી છે, તે લોકોનું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇ જ સંબંધ નથી. લિસ્ટમાં સિનેમેટોગ્રાફી અને વીએફએક્સ વિભાગમાં જાણીતાં કેમેરામેન રણદેવ ભાદુરીનું નામ સામેલ કરવામાં આવ્યું છે. જેનું થોડાંક સમય પહેલા જ નિધન થઈ ગયું છે. ગુજરાતના સૂચના તેમ જ પ્રસારણ વિભાગના અધિકારીઓએ માહિતી મેળવ્યા વિના જ લિસ્ટ બનાવી જુદી જુદી કેટેગરીમાં કુલ 204 લોકોની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યારે દરેક કેટેગરીમાં ફક્ત 10 લોકોની જરૂર હોય છે, આના પછી પણ આ કેટેગરીમાં તે લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જે લોકોનો ફિલ્મ સાથે કોઇ સંબંધ જ નથી. આ લિસ્ટમાં કેટલાય અનુભવી તેમજ સીનિયલ લોકોને સામેલ જ નથી કરવામાં આવ્યા.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રમાણે, આ સમયે ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતીમાં સારી ફિલ્મો બની રહી છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ, હેલ્લારો, ગુજુ ભાઇ ધ ગ્રેટ, ખિચડી સહિત ફિલ્મોએ દર્શકોના મન જીતી લીધા છે.

gujarati film dhollywood news gujarat