ઇન્ટરનૅશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં નૉમિનેટ થઈ શું થયું?

20 April, 2019 09:12 AM IST  | 

ઇન્ટરનૅશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં નૉમિનેટ થઈ શું થયું?

શું થયું?

લૉસ ઍન્જલસ અને ન્યુ યૉર્કમાં યોજાઈ રહેલા ઇન્ટરનૅશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ‘શુ થયું?’ને નૉમિનેટ કરવામાં આવી છે. મહેશ દનન્નવર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, મયૂર ચૌહાણ, મિત્રા ગઢવી, અર્જવ ત્રિવેદી અને કિંજલ રાજપ્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ એ સમયે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની હતી, પરંતુ આજે બૉક્સ-ઑફિસ પર સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મમાં બીજા ક્રમે છે. આ ફિલ્મને હવે ઇન્ટરનૅશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ માટે નૉમિનેટ કરવામાં આવી છે. આ વિશે મહેશે કહ્યું હતું કે ‘અમે જ્યારે ‘શુ થયું?’ બનાવી હતી ત્યારે અમારું એક જ લક્ષ્ય હતું કે અમે દર્શકોને સમગ્ર ફિલ્મમાં મનરોજન પૂરું પાડીએ અને અમે એમાં સફળ રહ્યા હોવાની ખુશી છે. ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને નૉમિનેટ કરવામાં આવી એનાથી અમને ખૂબ જ પ્રેરણા મળી છે અને અમે સાચી દિશામાં પ્રયાણ કરી રહ્યા છીએ એની પુષ્ટિ પણ મળી છે.’

આ ફિલ્મોને પણ નૉમિનેટ કરવામાં આવી છે

નટસમ્રાટ

શૉર્ટ સક્રિટ

હવે થશે... બાપ રે!

પાત્ર

સૂર્યાંશ

શું થયું?

આઇ ઍમ ગુજ્જુ

બૅક બેન્ચર

વેન્ટિલેટર

ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર

ફૅમિલી સર્કસ

આ પણ વાંચો : 'ચાલ જીવી લઈએ'ની સક્સેસ પાર્ટીમાં જુઓ ગુજરાતી કલાકારોનો જલવો

સાહેબ

બજાબા

Malhar Thakar new york los angeles