'મોન્ટુની બિટ્ટુ'ના એક ગીતમાં 48 સિંગર્સે આપ્યો છે અવાજ

06 August, 2019 02:45 PM IST  |  અમદાવાદ

'મોન્ટુની બિટ્ટુ'ના એક ગીતમાં 48 સિંગર્સે આપ્યો છે અવાજ

ગીતનું એક દ્રશ્ય

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'ની ચર્ચા ખૂબ જ ચાલી રહી છે. ખાસ કરીને ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ થયા બાદ દર્શકો હવે ફિલ્મ જોવા માટે ઉતાવળા થઈ રહ્યા છે.  

'મોન્ટુની બિટ્ટુ' ફિલ્મમાં એક ગીત માટે 48 સિંગર્સનો ઉપયોગ થયો છે. આ ફિલ્મના ગીત 'બિટ્ટુ અમદાવાદી.. પાક્કી અમદાવાદી' માટે 48 સિંગર્સનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો છે. કદાચ અત્યાર સુધી કોઈ ગુજરાતી ફિલ્મના એક ગીતમાં આટલા સિંગર્સનો ઉપયોગ નથી થયો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું મ્યુઝિક જાણીતા ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર મેહુલ સુરતીએ આપ્યું છે. ત્યારે આ ગીત અંગે gujaratimidday.com સાથે વાત કરતા મેહુલ સૂરતીએ કહ્યું,'આ ગીત એ કાર્નિવલ ફીલનું ગીત છે. સાથે જ અમારે ગીતમાં આખી પોળનો માહોલ બતાવવાનો હતો. બિટ્ટુ અમદાવાદી હેવી સોંગ છે. ગીતમાં જુદા જુદા કેરેક્ટર્સ ઈન્ટ્રોડ્યુસ થાય છે. એટલે મેં પહેલા ઢોલ સાથે ટ્રાય કર્યો. પણ મજા ન આવી. મુશ્કેલી એ હતી કે કાર્નિવલ ફિલ્મમાં ઈન્સ્ટ્રુમેન્ટની સાથે માટે વોકલ્સ પણ બરાબર સમજાય એટલા લેવલ સુધી પહોંચાડવાના હતા. એટલા માટે પહેલા 4 છોકરાઓ, 4 છોકરીઓના ગ્રુપમાં રેકોર્ડ કર્યું. પછી આ સંખ્યા ડબલ કરી એમ 48 સિંગર્સ અમે યુઝ કર્યા છે.'

અહીં સાંભળો ફિલ્મના તમામ ગીત

આ ઉપરાંત આ ગીત અંગે બીજી રસપ્રદ વાત એ છે કે મેહુલ સૂરતીએ આ ગીતને બ્રાઝિલિયન પેટર્નથી રેકોર્ડ કર્યું છે. આ ગીતમાં શું ખાસ છે, એ તો તમે જોશો એટલે સમજી જ જશો. પાક્કી અમદાવાદી.. બિટ્ટુ અમદાવાદી આ ગીત દિલીપ દવેએ લખ્યું છે. મેહુલ સૂરતીએ ગીત અંગે વાત કરતા વધુમાં કહ્યું હતું,'ગીત માટે મેં જુદી જુદી 5 ટ્યુન બનાવી હતી. આખરે અમે બીજા નંબરની જે ટ્યુન હતી એ નક્કી કરી. આ ટ્યુનમાં પોળની ફીલ આપવાનો પ્રયાસ વધુ સારો થયો છે.'

આ પણ જુઓઃ મૌલિક નાયકઃ મળો રેડિયો અને સિલ્વર સ્ક્રીન પર ખડખડાટ હસાવતા 'બકા'ને

વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં આરોહી, મૌલિક નાયક અને મેહુલ સોલંકી લીડ રોલમાં છે. આ ઉપરાંત હેમાંગ શાહ, હેપ્પી ભાવસાર અને પિંકી પરીખ પણ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 23 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

gujarati film aarohi patel entertaintment