ગુજરાતી ફિલ્મ હેલ્લારોને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ

10 August, 2019 09:30 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ગુજરાતી ફિલ્મ હેલ્લારોને મળ્યો બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ

ડિરેક્ટર અભિષેક શાહ

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બે નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ મળ્યાં છે. આ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર અભિષેક શાહ છે. અભિષેક રાઇટર, ડિરેક્ટર અને ઍક્ટરની સાથે કાસ્ટિંગ ડિરેક્ટર પણ છે. તેમણે ઘણી જાણીતી ગુજરાતી ફિલ્મોનું કાસ્ટિંગ કર્યું છે. તેઓ ખૂબ જ સારા થિયેટર રાઇટર પણ છે. ‘હેલ્લારો’ના ડાયલૉગ સૌમ્ય જોશીએ લખ્યા છે. આ ફિલ્મમાં કચ્છની ધરાની સ્ટોરી દેખાડવામાં આવી છે. ફિલ્મમાં નારી સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે. ૬૬ વર્ષનાં ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને આ સન્માન મળ્યુ હોય. આ વિશે વધુ જણાવતાં અભિષેક શાહે કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકાર દ્વારા બેસ્ટ ફીચર ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ જુઓઃ Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

ગુજરાતી સિનેમા અને ૬૬ વર્ષનાં નૅશનલ અવૉર્ડસનાં ઇતિહાસમાં પહેલી વાર એવુ બન્યું છે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મને આ કૅટેગરીમાં અવૉર્ડ મળ્યો છે. એથી હું અને મારી આખી ટીમ ખૂબ ખુશ છીએ. સાથે જ અમારી ફિલ્મને પહેલી વાર રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. હું આજે ગુજરાતી સિનેમા માટે ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.’

gujarati film entertaintment national award