Exclusive:'મિ. કલાકાર'થી ડેબ્યુ કરશે ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની

05 July, 2019 12:55 PM IST  |  મુંબઈ | ભાવિન રાવલ

Exclusive:'મિ. કલાકાર'થી ડેબ્યુ કરશે ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની

ગુજરાતી ફિલ્મોના જાણીતા વિલન ફિરોઝ ઈરાની પોતાના પુત્રને લોન્ચ કરવા જઈ રહ્યા છે. ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળશે. અક્ષત ઈરાનીની ડેબ્યુ ફિલ્મ 'મિ. કલાકાર' છે, જે આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને ફિરોઝ ઈરાનીએ પોતે ડિરેક્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે ફિરોઝ ઈરાની ગુજરાતી ફિલ્મોના ખૂબ જ જાણીતા એક્ટર છે. વિલન તરીકે એક સમયે તેમના નામના સિક્કા પડતા હતા. હવે ફિરોઝ ઈરાનીનો એક્ટિંગ વારસો આગળ વધારવા માટે તેમના પુત્ર અક્ષત ઈરાની તૈયાર છે. અક્ષતની ડેબ્યુ ફિલ્મ 'મિ. કલાકાર'નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. ફિરોઝ ઈરાનીએ ગુજરાતી મિડ ડે ડોટકોમ સાતે વાત કરતા કહ્યું કે,'હાલ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. અને આ ફિલ્મ ઓગસ્ટમાં અમે રિલીઝ કરી રહ્યા છીએ.'

ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરતા ફિરોઝ ઈરાનીએ ગુજરાતી મિડ ડે ડોટ કોમને કહ્યું,'આ ફિલ્મમાં મારો પુત્ર અક્ષત ઈરાની લીડ રોલમાં છે. સાથે જ આ ફિલ્મમાં બોલીવુડના જાણીતા ગુજરાતી એક્ટર મનોજ જોષી છે, તો હું પોતે એક્ટિંગ કરી રહ્યો છું અને કરસનદાસ પે એન્ડ યુઝ ફેમ જય ભટ્ટ પણ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત ફીમેલ લીડ રોલમાં પૂજા ઝવેરી દેખાશે.' ઉલ્લેખનીય છે કે પૂજા ઝવેરી સાઉથની 25થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તે મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ 'સારાભાઈ'માં પણ લીડ રોલમાં દેખાશે. રસપ્રદ વાત એ છે કે ફિરોઝ ઈરાનીની આ ફિલ્મમાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ પણ કેમિયો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અભિનય બેન્કરઃએક્ટર, ડિરેક્ટર, લેખક અને RJ છે પણ છે આ એક્ટિંગ ગુરુ

અક્ષત ઈરાનીની આ ડેબ્યુ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે.

manoj joshi gujarati film Mayur Chauhan