'ચાર ચાર બંગડીવાળી...' ગીત ન ગાવા કિંજલ દવેને કોર્ટનો આદેશ, જાણો કારણ

05 January, 2019 12:34 PM IST  | 

'ચાર ચાર બંગડીવાળી...' ગીત ન ગાવા કિંજલ દવેને કોર્ટનો આદેશ, જાણો કારણ

ચાર ચાર બંગડીવાળી ગીતથી ફેમસ થયેલા ગુજરાતી ગાયિકા કિંજલ દવેને કોર્ટે હવે આ જ ગીત ન ગાવા આદેશ કર્યો છે. કમર્શિયલ કોર્ટે 22 જાન્યુઆરી સુધી આ ગીત ન ગાવા માટે કિંજલ દવેને આદેશ આપ્યો છે, સાથે જ ઈન્ટરનેટ સહિત તમામ પ્લેટફોર્મ પરથી ગીત હટાવી લેવા પણ કોર્ટે કહ્યું છે. આ ઉપરાંત ગીત અન્ય કોઈને વેચવામાં ન આવે તેનો ઉલ્લેખ પણ કોર્ટે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા કાર્તિક પટેલે આ ગીત પોતે લખીને ગાયું હોવાનો દાવો કર્યો હતો. કાર્તિક પટેલનો દાવો હતો કે ગીત તેમણે લખ્યું છે અને કિંજલ દવેએ તેની નકલ કરી છે. તેમની કંપનીએ કૉપી રાઈટ એક્ટ અંતર્ગત કહ્યું હતું કે આ ગીતનો વીડિયો 2016માં યુટ્યુબ પર અપલોડ કરાયો હતો, તેના એક જ મહિના બાદ કિંજલ દવેએ થોડા ફેરફાર સાથે આ ગીત ગાયું હતું. પરંતુ ગીત લખનારને કોઈ ક્રેડિટ અપાઈ નથી

gujarat news