47 ધનસુખ ભવનઃએક મહિના પછી ખુલશે દરવાજા, દર્શકો માટે છે સરપ્રાઈઝ

26 June, 2019 03:55 PM IST  |  અમદાવાદ

47 ધનસુખ ભવનઃએક મહિના પછી ખુલશે દરવાજા, દર્શકો માટે છે સરપ્રાઈઝ

નૈતિક રાવલની અપકમિંગ ગુજરાતી ફિલ્મ 47 ધનસુખ ભવનના ટીઝર અને ટ્રેલર બંનેએ દર્શકોમાં ઉત્સુક્તા જગાવી છે. પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ હોવાને નાતે પણ '47 ધનસુખ ભવન' ખાસ છે. સાથ જ આ ફિલ્મની સ્ટોરી પણ તેનો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ જ દર્શકો ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા હતા, જેને પગલે સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર વહેલું રિલીઝ કરવાની માગ ઉઠી હતી. આખરે ઓડિયન્સના રિસ્પોન્સ બાદ મેકર્સે ફિલ્મનું ટ્રેલર એક દિવસ વહેલા રિલીઝ કર્યું હતું.

જો કે હવે 47 ધનસુખ ભવનના દરવાજા ખુલવાને એક જ મહિનાો દિવસ બાકી છે. કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. આજથી બરાબર એક મહિના બાદ ધનસુખ ભવનના દરવાજા પાછળ છુપાયેલો રાઝ સામે આવી જશે. આ સાથે જ દર્શકોને એક અપ્સ એન્ડ ડાઉન્સ વાળી થ્રિલર રાઈડ પણ સિલ્વર સ્ક્રીન પર માણવા મળશે.

26 જુલાઈએ થશે રિલીઝ

ગેલોપ્સ ટોકિઝે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે. 47 ધનસુખ ભવનના રાઈટર ડિરેક્ટર નૈતિક રાવલ આ પહેલા પણ બે ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. 2011માં આવેલી ચાર અને 2016માં તેમણે જે પણ કહીશ એ સાચું જ કહીશ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેઓ કેટલીક હિન્દી સિરીયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો એક્ટર ગૌરવ પાસવાલા છેલ્લે 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નામની કોર્ટરૂમ ડ્રામા ગુજરાતી ફિલ્મમાં દેખાયા હતા.

પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ

આ ફિલ્મની સૌથી મહત્વની વાત એ છે કે આ પહેલી વન શોટ ફિલ્મ છે. એટલે કે એક જ સિંગલ કેમેરાથી સિંગલ ટેકમાં શૂટ થઈ હોય તેવી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં શરૂથી અંત સુધી ક્યારેય કટ નહીં દેખાય.આ પ્રકારના એક્સપેરિમેન્ટ હોલીવુડમાં થઈ ચૂક્યા છે. પરંતુ ગુજરાતમાં ડિરેક્ટર નૈતિક રાવલ પહેલીવાર આ કન્સેપ્ટ સાથે આવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 24 જૂને રિલીઝ થવાનું હતું, પરંતુ ઓડિયન્સ ડિમાન્ડને કારણે વહેલું રિલીઝ કરાયું છે.

આ પણ વાંચો ઃ નહીં જોયો હોય 'સેજલ' ઉર્ફે જીનિતા રાવલનો આ અંદાજ, કરાવ્યું છે નવું ફોટોશૂટ

gujarati film entertaintment