23 September, 2021 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝોયા અખ્તર વાઇબ્રન્ટ ડિરેક્ટર છે : આદર્શ ગૌરવ
આદર્શ ગૌરવનું કહેવું છે કે ઝોયા અખ્તર સાહસી અને ગતિશીલ ડિરેક્ટર છે. ‘ધ વાઇટ ટાઇગર’માં તેણે ભજવેલા પાત્રની સૌએ નોંધ લીધી હતી અને હવે ઝોયા અખ્તરની ‘ખો ગએ હમ કહાં’માં આદર્શ જોવા મળવાનો છે. આ ફિલ્મની સ્ટોરી મુંબઈના ૩ ફ્રેન્ડ્સની આસપાસ ફરે છે. ફિલ્મને ૨૦૨૩માં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, રીમા કાગતી અને રિતેશ સિધવાણી સાથે મળીને પ્રોડ્યુસ કરવાનાં છે. અર્જુન વરૈન સિંહ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં ઝંપલાવશે. ઝોયા અખ્તરની પ્રશંસા કરતાં આદર્શે કહ્યું હતું કે ‘ઝોયા અખ્તર એક હિમ્મતવાન અને ગતિશીલ ડિરેક્ટર છે જેણે સિનેમાને પોતાના બળે ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે. તેમની સ્ટોરી તરોતાજા કરનારી, એનાં પાત્રો અને સિનેમાની સ્ટાઇલનો જે દૃષ્ટિકોણ છે એ લોકોને વિચારતા કરી દે છે. તેમની સાથે કામ કરવું મારા માટે સન્માનની બાબત છે. આ પ્રોજેક્ટ માટે તેમની સાથે જોડાવાને લઈને હું ઉત્સાહિત છું.’